ગુજરાત સરકારની મોટી સિદ્ધિ! શાળા પ્રવેશોત્સવ બાદ ડ્રોપ આઉટ રેશિયો ઘટયો, જાણો કેટલા ટકાએ પહોંચ્યો?
ભારત એક વિકાસશીલ દેશ છે અને હવે તે વિકસિત દેશો તરફ આગળ ધપી રહ્યો છે. દેશના વિકાસમાં વિવિધ રાજ્યોની શાળાઓમાં ભારતના ભવિષ્ય એવા બાળકોનો અભ્યાસ મહત્વનો ભાગ ભજવે છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજવાના કારણે ડ્રોપઆઉટ રેશિયોમાં 91.89 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2002માં ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 37.22% હતો, જે વર્ષ 2022માં ઘટીને માત્ર 3.07% પર આવી ગયો છે. ધોરણ 2 થી 8ના વર્ગોમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં વચ્ચેથી જ અભ્યાસ છોડી દેનારા બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો, જેના પગલે રાજ્યમાં પ્રવેશોત્સવ શરૂ કરાવવામાં આવ્યો હતો, રાજ્ય સરકારના આ પ્રયત્નોથી ડ્રોપ આઉટ રેશિયો માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
ભારત એક વિકાસશીલ દેશ છે અને હવે તે વિકસિત દેશો તરફ આગળ ધપી રહ્યો છે. દેશના વિકાસમાં વિવિધ રાજ્યોની શાળાઓમાં ભારતના ભવિષ્ય એવા બાળકોનો અભ્યાસ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોમાં બાળકોની સતત ગેરહાજરીના કારણે ડ્રોપ આઉટ રેશિયો સતત ઉપર જઈ રહ્યો હતો.
અનેક પ્રકારની મુશ્કેલીઓના કારણે વાલીઓ પોતાના બાળકોને અભ્યાસમાંથી ઉઠાવી લેતા હતા. પરંતુ રાજ્યસરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા જેના ભાગરૂપે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો અને દરેક બાળકને યોગ્ય શિક્ષણ મળી રહે એ માટે જે તે વર્ગોમાં તેઓને સમજાવટથી ફરીથી શાળામાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
સાથે તેઓની ગેરહાજરી, સંભવિત ડ્રોપઆઉટ વગેરેને રોકવા માટે તમામ ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓમાં નોંધાયેલા બાળકોની 100% ડેટા-એન્ટ્રી કરવાનું પણ આયોજન ઘડવામાં આવ્યું હતું. હાલ રાજ્યની સાથે ભાવનગર કે જ્યાં 24000 હજાર કરતા વધુ બાળકો વિવિધ સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 2.45 % પર આવી જતા હવે મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને ચાલુ અભ્યાસ માંથી ઉઠાવી નથી લેતા.
ભારતના ભાવિ એવા બાળકોના ઉમદા ભવિષ્ય માટે અભ્યાસ ખૂબ જરૂરી છે જેમાં કપરા કોરોના કાળની પરિવારો પર માઠી અસરો થઇ હતી, અપૂરતી રોજગારી, મંદીનો માહોલ, વધતી જતી મોંઘવારી જેવા અનેક કારણો સામેલ હતા. પરંતુ ધીમે ધીમે ફરી કપરો સમય હળવો બન્યો છે અને લોકો પણ સમયને સમજી પોતાના બાળકોના ભવિષ્ય માટે સજાગ બની બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે જેમાં રાજ્યસરકારના ભણસે ગુજરાત સહિતના અનેક કાર્યક્રમો મહત્વનો ભાગ ભજવતા હાલ ડ્રોપ આઉટ રેશિયો ઘણો ઘટી રહ્યો છે જે આ સરકારની સિદ્ધિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે