માનવતા મરી નથી પરવારી, રસ્તા પર વૃદ્ધા બેભાન થઇ જતા ડોક્ટરે લારીમાં હોસ્પિટલ પહોંચાડ્યા

ગુજરાતમાં હાલ કોરોના મહામારીના કારણે માનવતા જાણે વિસરાઇ જ ગઇ છે. જો કે હજી પણ ક્યાંક ક્યાંક માનવતા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો ગોંડલમાં સામે આવ્યો છે . જેમાં ડોક્ટરે માનવતા દર્શાવતા એક વૃદ્ધાને રિક્ષા નહી મળતા હાથ લારી પર નાખીને જાતે રેકડી ચલાવીને વૃદ્ધાને બાજુની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. 
માનવતા મરી નથી પરવારી, રસ્તા પર વૃદ્ધા બેભાન થઇ જતા ડોક્ટરે લારીમાં હોસ્પિટલ પહોંચાડ્યા

રાજકોટ : ગુજરાતમાં હાલ કોરોના મહામારીના કારણે માનવતા જાણે વિસરાઇ જ ગઇ છે. જો કે હજી પણ ક્યાંક ક્યાંક માનવતા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો ગોંડલમાં સામે આવ્યો છે . જેમાં ડોક્ટરે માનવતા દર્શાવતા એક વૃદ્ધાને રિક્ષા નહી મળતા હાથ લારી પર નાખીને જાતે રેકડી ચલાવીને વૃદ્ધાને બાજુની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. 

ગોંડલ શ્યામ વાડી પાસે વૃદ્ધા રિક્ષામાંથી બેભઆન હાલતમાં નીચે પડી ગયા હતા. ડોક્ટરે પોતે જ રેકડીમાં તેમને સુવડાવીને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા. ડોક્ટર રેકડી ચલાવીને વૃદ્ધાને લઇ જતા માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ ડોક્ટર પોતે પણ ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરે છે. 

અત્રે નોંધનીય છે કે ,વૃદ્ધાને અશક્તિ હોવાનાં કારણે તેમને હોસ્પિટલ ખાતે લઇ જતા હતા. જો કે અચાનક તેઓ બેભાઇ થઇને ઢળી પડ્યાં હતા. જેથી તત્કાલ બાજુમાં પડેલી લારીમાં તેમને સુવડાવીને હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા. અત્રે નોંધનીય છે કે, હાલમાં કોરોના કાળને કારણે 108 મળવી અશક્ય છે. તેવામાં તેમને લારીમાં જ સુવડાવીને હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news