DPS ઈસ્ટ વિવાદઃ હવે રાજ્યની 500થી વધુ CBSE સ્કૂલના દસ્તાવેજોની થશે ચકાસણી

ગાંધીનગરના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા તંત્રને તેમના ત્યાં ચાલતી CBSE સ્કૂલોની યાદી તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેના માટે એક સંપૂર્ણ ચેકલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ આ સમગ્ર ચકાસણી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે.
 

DPS ઈસ્ટ વિવાદઃ હવે રાજ્યની 500થી વધુ CBSE સ્કૂલના દસ્તાવેજોની થશે ચકાસણી

અતુલ તિવારી/અમદાવાદઃ DPS ઈસ્ટ સ્કૂલ દ્વારા બોગસ દસ્તાવેજો રજુ કરીને સીબીએસઈ અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડી બાદ અચાનક શિક્ષણ વિભાગની આંખો ખુલી છે અને તેણે ગુજરાતમાં આવેલી 500થી વધુ CBSE માન્યતાપ્રાપ્ત સ્કૂલોનાં દસ્તાવેજોની ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કામાં સ્કૂલોને સ્વૈચ્છિક રીતે શિક્ષણ વિભાગ સમક્ષ દસ્તાવેજો રજુ કરવાની તક આપવામાં આવશે. ત્યાર પછી જિલ્લા તંત્ર દ્વારા સીબીએસઈ સ્કૂલોનાં દસ્તાવેજોની ચકાસણીનું કાર્ય હાથ ધરવામાં આવશે. 

ગાંધીનગરના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા તંત્રને તેમના ત્યાં ચાલતી CBSE સ્કૂલોની યાદી તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેના માટે એક સંપૂર્ણ ચેકલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ આ સમગ્ર ચકાસણી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે. જે શાળાઓ પાસે પુરતા દસ્તાવેજ નહીં હોય તેમની સામે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે. 

કયા દસ્તાવેજોની ચકાસણી કરાશે 

  • ગુજરાત સરકારની NOC
  • ગુજરાત શિક્ષણ બોર્ડ, CBSE બોર્ડની મંજુરી
  • જો ટ્રસ્ટ સંચાલિત હોય તો ટ્રસ્ટના દસ્તાવેજ
  • બિલ્ડિંગનો નકશો અને તેના આધારે બાંધકામની મળેલી મંજુરી
  • જમીનનો NA અને BU પરમિશન 
  • જમીનને લગતા તમામ સરકારી દસ્તાવેજો 
  • ફાયર સેફ્ટી, હેલ્થ સર્ટિફિકેટ 

ઈમ્સ્પેક્શન માટે નિમાયેલા પ્રિન્સિપાલની થશે પુછપરછ
DPS ઈસ્ટ સ્કૂલને મંજુરી આપવા માટે વર્ષ 2012માં CBSE બોર્ડ દ્વારા બે પ્રિન્સિપાલની નિમણૂક કરવામાં આવી હતી. કેન્દ્રીય વિદ્યાલય, ધ્રાંગધ્રાના પ્રિન્સિપાલ સુબોધ થાયલીયાલ અને ગાંધીધામની DPS સ્કૂલના પ્રિન્સિપાલ ડો. ગીતાદેવી સિંગને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ બંને પ્રિન્સિપાલ DPS ઈસ્ટ સ્કૂલને મંજુરી આપવા માટે નિમવામાં આવેલી ઈન્સ્પેક્શન કમિટિના સભ્ય હતા.  

ગુજરાત પોલીસ (Gujrat Police) ને મળ્યો નવો કલર અને નવું નિશાન (Presidents Colours award) ... જુઓ વીડિયો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news