SURAT કોરોના સામે જીવ સટોસટની જંગ લડ્યા બાદ કર્યું પ્લાઝમાનું ડોનેશન

ડોનર જગદીશભાઈ લુખ્ખી
 SURAT કોરોના સામે જીવ સટોસટની જંગ લડ્યા બાદ કર્યું પ્લાઝમાનું ડોનેશન

* છેલ્લા શ્વાસ સુધી સેવા કરીસુરતનું ઋણ ચૂકવતો રહીશ : ડોનર જગદીશભાઈ લુખ્ખી

તેજસ મોદી/સુરતઃ કોરોના કટોકટી વચ્ચે પ્લાઝમાની જરૂરિયાત પૂરી કરવાં સુરત શહેરના નાગરિકોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક પ્લાઝમાદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે. હાલ કોવિડના બીજા ફેઝમાં યુવાધનને પણ ઝડપથી સંક્રમિત થયા હતા. ત્યારે શહેરમાં પ્લાઝમાની જરૂરિયાત હોવાનું જણાતા સુરતના જગદીશભાઈ લુખ્ખીએ પ્લાઝમા દાન કરી માનવતા મહેંકાવી છે. 

મૂળ ભાવનગરના પાલીતાણાના નાના રાજસ્થળીના વતની સુરતમાં કામ કરતા જગદીશભાઈ લુખ્ખીએ જણાવ્યું કે, ગત સપ્ટેમ્બર મહિનામાં કોરોના સંક્રમિત થયો હતો CRP અને ડી-ડાયમર લેવલ વધી જતા તબીબોની સલાહ મુજબ ૧૦ દિવસ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લીધા બાદ કોવિડથી સ્વસ્થ થયો ત્યારે વિચાર આવ્યો કે દેશના જવાનો આપણા માટે બલિદાન આપી શક્તા હોય તો આપણે માનવતા નાતે રક્તદાન કે પ્લાઝમા દાન કરી જ શકીએ.

સંકટના સમયે કર્મભૂમિનું ઋણ અદા કરવાનો વારો છે. હાલ સૌરાષ્ટ્રમાં કોવિડની સ્થિતી શહેર કરતા ગંભીર છે અને કર્મભૂમિની સાથે સંકટ સમયે ઉભું રહેવું જોઈએ સુરતે આપણને ઝીરો માંથી હીરો બનાવ્યા છે. આ સમયે સુરતની સેવા કરવી જ આપણી નૈતિક ફરજ છે. જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી સેવા કરતો રહીશ.

જગદીશભાઈએ વધુમાં જણાવ્યું કે. ‘અમારી કંપનીમાં સેવાકીય પ્રવૃત્તિ રત્નકલાકારો હરહંમેશ તૈયાર હોય છે. દરેક વ્યક્તિએ આગળ આવીને સેવા કરવી જોઈએ. માાહાનગરા પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા છ મહિનામાં સુરતની ૧૦થી ૧૨ ડાયમંડ કપંનીઓ જેવી કે નિલમાધવ ઈમ્પેક્ક્ષ, રામ ઈન્જેક્શન, ગોપીનાથ ડાયમંડ, યુનિક જેમ્સ, શિવમ જેમ્સ, ધામેલીયા બ્રધર્સ, મીરા જેમ્સ, કિરણ ડાયમંડ, માંગુકીયા ઈમ્પેક સહિતની અન્ય ડાયમંડ કંપનીના ૩૦૦થી વધુ રત્નકલાકારભાઈએ પ્લાઝમાદાન કરી પોતાની માનવતાનું શ્રેષ્ટ ઉદાહરણ પુરુષ પાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news