ટ્રમ્પ બનશે ગુજરાતનાં મહેમાન, CM વિજય રૂપાણીએ દિલ્હીમાં કરી જાહેરાત

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાનાં છે અને તેમાં પણ ગુજરાતનાં અમદાવાદ આવવાના છે તે વાત તો ઘણા લાંબા સમયથી વહેતી હતી. અમદાવાદનાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં તેઓ હાઉડી ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે તેવી વાતો વહેતી હતી. જો કે તેના પર કોઇ અધિકારીક પૃષ્ટી થઇ નહોતી. માત્ર અધિકારીક ચહલ પહલ વધી ગઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે પણ મુખ્ય સચિવ સાથે બેઠક કરી હતી. મોટેરા સ્ટેડિયમનાં કામ અને તેની પુર્ણાહુતી અંગે પણ સમીક્ષા કરી હતી. 

ટ્રમ્પ બનશે ગુજરાતનાં મહેમાન, CM વિજય રૂપાણીએ દિલ્હીમાં કરી જાહેરાત

અમદાવાદ : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાનાં છે અને તેમાં પણ ગુજરાતનાં અમદાવાદ આવવાના છે તે વાત તો ઘણા લાંબા સમયથી વહેતી હતી. અમદાવાદનાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં તેઓ હાઉડી ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે તેવી વાતો વહેતી હતી. જો કે તેના પર કોઇ અધિકારીક પૃષ્ટી થઇ નહોતી. માત્ર અધિકારીક ચહલ પહલ વધી ગઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે પણ મુખ્ય સચિવ સાથે બેઠક કરી હતી. મોટેરા સ્ટેડિયમનાં કામ અને તેની પુર્ણાહુતી અંગે પણ સમીક્ષા કરી હતી. 

જો કે આજે દિલ્હી ચૂંટણીનાં પ્રચાર માટે ગયેલા ગુજરાતના મુખ્યમંત્રીએ દિલ્હીમાં આ વાતને અધિકારીક રીતે મહોર મારી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું હતું કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતનાં મહેમાન બનશે. આ ઉપરાંત જે પ્રકારે વડાપ્રધાન મોદી માટે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે જ પ્રકારે હાઉડી ટ્રમ્પનું આયોજન કરવામાં આવશે. સમગ્ર ગુજરાત તેમનું ઉમળકા ભેર સ્વાગત કરશે અને તે માટેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news