આજથી ઘરેલુ વિમાનસેવા શરૂ, પણ સુરતથી દિલ્હીની ફ્લાઈટ રદ થઈ જતા મુસાફરો અટવાયા

સુરત એરપોર્ટ પરથી આજથી ઓપરેટ થનારી સ્પાઇસ જેટ અને એર ઈન્ડિગો એર લાઇન્સની ફ્લાઇટ પૈકી સ્પાઇસ જેટની સુરતથી દિલ્હી ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાઈ પડ્યા છે.

આજથી ઘરેલુ વિમાનસેવા શરૂ, પણ સુરતથી દિલ્હીની ફ્લાઈટ રદ થઈ જતા મુસાફરો અટવાયા

ચેતન પટેલ, સુરત:  સુરત એરપોર્ટ પરથી આજથી ઓપરેટ થનારી સ્પાઇસ જેટ અને એર ઈન્ડિગો એર લાઇન્સની ફ્લાઇટ પૈકી સ્પાઇસ જેટની સુરતથી દિલ્હી ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાઈ પડ્યા છે.આજ રોજ સવારના આઠ વાગ્યાની સ્પાઇસ જેટની સુરતથી દિલ્હીની ફ્લાઇટ હતી. સવારના પાંચ વાગ્યાથી મુસાફરો ફ્લાઇટ માટે સુરત એરપોર્ટ આવી પોહચ્યા હતા.પરંતુ બાદમાં અચાનક જ ફ્લાઇટ રદ થવાની જાણકારી મુસાફરોને મળતા તમામ લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં અન્ય એક મુસાફરની પત્નીનું અમૃતસર ખાતે અવસાન થતાં અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયા અટવાઈ પડી હતી.

ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશનની મંજૂરી બાદ હૈદરાબાદ, જયપુર,દિલ્હી અને મુંબઈ માટે સુરત એરપોર્ટથી ફ્લાઇટ ઓપરેટ થવા જઈ રહી છે. દરમ્યાન સ્પાઇસ જેટની સવારના 8 વાગ્યાને 10 મિનિટે  સુરતથી ઉપડનારી દિલ્હીની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જેના કારણે સવારના પાંચ વાગ્યાથી એરપોર્ટ આવી પહોંચેલા તમામ મુસાફરો અટવાઈ પડ્યા હતા.

જ્યાં એરપોર્ટ પર મુસાફરો નો હોબાળો પણ જોવા મળ્યો હતો. ફ્લાઇટ ક્યાં કારણોસર રદ કરવામાં આવી તેની જાણકારી પણ મુસાફરોને સ્પાઇસ જેટ કંપની દ્વારા આપવામાં આવી નહોતી. જેથી મુસાફરો પણ અકળાયા હતા.એટલું જ નહીં અટવાઈ પડેલા મુસાફરો પૈકી એક મુસાફર અમૃતસરનો હતો. જ્યાં તેણીની પત્નીનું અવસાન થઈ જતા સુરતથી દિલ્હ ની ફ્લાઇટ કરાવી હતી. પરંતુ ફ્લાઇટ રદ થતા આ મુસાફર ની હાલાકી વધી હતી. પત્નીના અંતિમ સંસ્કાર કરવા માટે અટવાઈ પડેલા મુસાફરે પોતાની વેદના વ્યકત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટથી હૈદરાબાદ,જયપુર, દિલ્હી અને મુંબઈ ની ફ્લાઇટ આજથી ઓપરેટ થવાની છે. જો કે તે પહેલાં સ્પાઇસ જેટની ફ્લાઇટ રદ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મુસાફરોને રિફંડ પણ પૂરેપૂરું આપવામાં આવ્યું નહોતું. જેના કારણે મુસાફરો અને એરલાઇન્સ કંપની ના કર્મચારીઓ વચ્ચે ભારે રકઝક થઈ હતી.

કોરોનાના લક્ષણો નહીં ધરાવતા મુસાફરો સીધા ઘરે જઈ શકશે
આજથી ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થઈ છે. જો કે સુરતમાં પહેલી જ ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો. આમ છતાં આ વિમાનસેવાનો જો તમે લાભ લેવા જઈ રહ્યાં હોવ તો અહીં જણાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. ડોમેસ્ટિક વિમાની સેવા દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઈ શકશે. આવા મુસાફરોએ 14 દિવસ સુધી લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે. જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. રાજ્ય કે રાષ્ટ્રની હેલ્પલાઇન 104 કે 1075 પર પણ રાજ્યના આવેલા મુસાફરો સંપર્ક કરી શકશે. 

જુઓ LIVE TV

કોઈ પેસેન્જર સિમ્પ્ટોમેટિક જણાશે તો તેમને તરત જ આઈસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાશે. જે મુસાફરોમાં સામાન્ય અથવા તો ગંભીર લક્ષણો દેખાશે તેમને સઘન સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ભરતી કરાશે. જે મુસાફરોમાં હળવા લક્ષણો જણાશે તેમને હોમ આઈસોલેશન અથવા તો કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનો વિકલ્પ અપાશે. સરકારી કે ખાનગી ક્વૉરેન્ટાઈન પછી ICMR ના પ્રોટોકોલ મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. આઈસોલેશનના સમયગાળા દરમિયાન મુસાફર જો કોરોના પોઝિટિવ જણાશે તો તેમને ક્લિનિકલ પ્રોટોકોલ મુજબ કોવિડ કેર સેન્ટરમાં મુકાશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news