હાઇકોર્ટમાંથી મહત્વની ફાઈલો ગુમ કરનાર ડોલી પટેલની ધરપકડ

 અમદાવાદની સોલા પોલીસે ડોલી પટેલની ધરપકડ કરી છે. ડોલી પટેલ સામે હાઈકોર્ટમાંથી કેસના મહત્વની 10 ફાઈલો ચોરી કરવાનો આરોપ છે અને આ અંગેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા સોલા પોલીસે નવરંગપુરામાંથી ડોલી પટેલની ધરપકડ કરી આગળની તપાસ શરુ કરી છે.
હાઇકોર્ટમાંથી મહત્વની ફાઈલો ગુમ કરનાર ડોલી પટેલની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદની સોલા પોલીસે ડોલી પટેલની ધરપકડ કરી છે. ડોલી પટેલ સામે હાઈકોર્ટમાંથી કેસના મહત્વની 10 ફાઈલો ચોરી કરવાનો આરોપ છે અને આ અંગેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા સોલા પોલીસે નવરંગપુરામાંથી ડોલી પટેલની ધરપકડ કરી આગળની તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના એક કેસમાં સરકારની ફરિયાદના આધારે ડોલી પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે કેસના ફસ્ટ કોપી દસ્તાવેજો જે 10 ફાઈલો હાઈકોર્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. તે ફાઈલો ત્યાંથી ચોરી થઈ ગઈ હતી. જોકે આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે વડોદરા પોલીસે ડોલી પટેલની અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી અને તેના ઘરનુ પંચનામુ કર્યું હતું. આ દરમ્યાન પોલીસને ડોલી પટેલના ઘરમાંથી આ તમામ ફાઈલો મળી આવી હતી. જેથી તેની જાણ વડોદરા પોલીસે હાઈકોર્ટને કરી હતી અને હાઈકોર્ટમાં ફાઈલો જમા કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ડોલી પટેલ સામે અગાઉ પણ અનેક ગુનાઓ દાખલ થયેલા છે. ડોલી પટેલની હાલ સોલા પોલીસે ધરપકડ કરી છે અને આ ફાઈલો ચોરી કરાવવામાં તેની મદદ કોણે કરી છે અને કંઈ રીતે ફાઈલો બહાર સુધી આવી તે તમામ સવાલોના જવાબ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news