મોદીને ભાવે છે સૌરાષ્ટ્રના આ ગાંઠિયા: અફસોસ વ્યક્ત કર્યો કે રાજકોટ હવે ક્યાં બોલાવે છે, PMના છે ફેવરિટ
PM Modi's favorite food: પીએમ મોદી જ્યારે જ્યારે ભાષણ કરતા હોય અને તેમાં પણ ગુજરાતની વાત આવે, અને એમાં પણ સૌરાષ્ટ્રની વાત આવે એટલે વિવિધ સ્થળોના ગાંઠિયા વિશે અચૂક વાત કરતા હોય છે. રાજકારણ સિવાય પીએમ મોદી અવારનવાર કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ખાસ કરીને તે પોતાની લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર લોકોની વચ્ચે હેડલાઈન્સમાં રહે છે.
Trending Photos
PM Modi's favorite food: ગુજરાતીઓ ખાણી-પીણીના તથા ફરવાના વિશેષ શોખીન હોય છે. કદાચ ગુજરાત બહારના કોઇ જગ્યાએ ફરવા જાય તો ત્યાં પણ ગુજરાતી થાળી શોધવા માટે નીકળી પડે છે ત્યારે અમે આપને આજે દેશના લોકલાડીલા પીએમ નરેન્દ્ર મોદીને ભાવતા ગાંઠિયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. શું તમને ખબર છે? પીએમ મોદી પણ ગાંઠિયાના શોખીન છે? ઘણા ઓછા લોકોને ખબર હશે.
તમને જણાવી દઈએ કે પીએમ મોદી જ્યારે જ્યારે ભાષણ કરતા હોય અને તેમાં પણ ગુજરાતની વાત આવે, અને એમાં પણ સૌરાષ્ટ્રની વાત આવે એટલે વિવિધ સ્થળોના ગાંઠિયા વિશે અચૂક વાત કરતા હોય છે. રાજકારણ સિવાય પીએમ મોદી અવારનવાર કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ખાસ કરીને તે પોતાની લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર લોકોની વચ્ચે હેડલાઈન્સમાં રહે છે. પોતાની સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહેનારા પીએમ તેમના ફૂડ લવ માટે ખૂબ જ ફેમસ છે.
લાબેલાના ગાંઠિયા PM મોદીના સૌથી ફેવરિટ ગાંઠિયા મનાય છે!
આ સિવાય રાજકોટમાં આવેલા લાબેલાના ગાંઠિયા PM મોદીના સૌથી ફેવરિટ ગાંઠિયા માનવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ જ્યારે રાજકોટ આવતા ત્યારે લાબેલાના ગાંઠિયા ચોક્કસથી ખાતા હતા. પીએમ મોદીને લાબેલાના ગાંઠિયા અને કેસર જલેબી ભાવતી હતી. તમને જણાવી દઈએ કે જ્યારે પણ પીએમ મોદી રાજકોટમાં પ્રચાર માટે કે કોઈ પણ કાર્ય માટે આવતા હોય ત્યારે તેઓ સર્કિટ હાઉસ ખાતે રોકાતા હોય છે. ત્યારે તેમના માટે લાબેલાના ગાંઠિયાનો ઓર્ડર આપે જ છે. પીએમ મોદી જ્યારે આવે ત્યારે તેઓ શુદ્ધ ઘીમાં બનેલી કેસર જલેબી અને ગાંઠિયા જરૂરથી ખાય છે.
ભાવનગરના ગાંઠિયાના પણ મોદી શોખીન
પીએમ મોદી અગાઉ ભાવનગર આવ્યા હતા, ત્યારે તેમણે પોતાના ભાષણમાં ભાવનગરના ગાંઠિયાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાવનગરના ગાંઠિયા દેશ અને દુનિયામાં વખણાય તે નાની વાત નથી, આ ભાવનગરની તાકાત છે. હું જ્યારે ભાવનગર આવું એટલે નરસિંહ મામાના ગાંઠીયા, દાસના પૈંડા, અને ગાંઠીયા યાદ કરું. એટલે મને મારા હરિસિંહ દાદા યાદ આવે. ખુબ વર્ષો પહેલા મને ગાંઠિયા ખાવાનું શિખવ્યું હોય તો હરિંસિંહ દાદાએ શિખવાડ્યું હતું. તે જ્યારે અમદાવાદ આવે એટલે ગાંઠિયા લેતા આવે.
આ સિવાય અગાઉ વાવડીમાં આયોજિત એક કાર્યક્રમનાં લાભાર્થી રેખાબેન ચૌહાણ સાથે વડાપ્રધાન મોદીએ સંવાદ કર્યો હતો. એમાં પણ રેખાબેને PM મોદીને ગાંઠિયા-જલેબી ખાવા માટે આમંત્રણ આપ્યું હતું. જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટ હવે ક્યાં બોલાવે છે? ન ગાંઠિયા ખવડાવે છે, ન પેંડા ખવડાવે છે. તમે નિમંત્રણ આપ્યું એ જ મારા માટે ખૂબ મોટી વાત છે. રાજકોટે મને સૌપ્રથમ ધારાસભ્ય બનાવ્યો હતો. આ માટે રાજકોટનો આભારી છું.
પ્રિય ફળ કેરી
થોડા વર્ષો પહેલા અભિનેતા અક્ષય કુમારના એક ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ તેમની જીવનશૈલી સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન તેણે પોતાના મનપસંદ ફળ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું હતું કે તેને કેરીઓ ખૂબ જ ગમે છે અને બાળપણમાં તે ઘણીવાર ખેતરોમાં ઝાડ પરથી કેરીઓ તોડીને ખાતો હતો.
સહજન પરાઠા પણ પસંદ
પીએમ મોદી પણ સહજન પરાઠા પણ ખૂબ શોખથી ખાય છે. સપ્ટેમ્બર 2020 માં જ્યારે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પીએમએ પોતે એક વાતચીતમાં સહજન પરાઠાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આજે પણ તેઓ આ પરાઠા અઠવાડિયામાં એક કે બે વાર ખાય છે.
ખીચડી સૌથી વધુ લોકપ્રિય
પીએમ મોદીને પણ ખીચડી ખૂબ પસંદ છે. તેઓ ઘણીવાર ખીચડી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. તે ઘણીવાર રાત્રે હળવો ખોરાક ખાય છે. ગુજરાતી ખીચડી ઉપરાંત તે ઘણીવાર રાત્રે ભાખરી, કઠોળ અને મસાલા વગરની શાકભાજી વગેરે ખાવાનું પસંદ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે