ભક્તે મા અંબાના ચરણોમાં ચઢાવ્યું 1 કિલોનું સોનુ, જાણો કોણ છે આ દાનવીર?

 ભક્તે મા અંબાના ચરણોમાં ચઢાવ્યું 1 કિલોનું સોનુ, જાણો કોણ છે આ દાનવીર?

અંબાજી મંદિરમાં આજે ભાદરવી પૂનમનો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, ત્યાં શ્રદ્ધા અને આસ્થાથી માતાના ચરણે અનેક ભક્તો દાનધર્મ કરી રહ્યાં છે. ભાદરવી પૂનમના સાત દિવસ ચાલેલા મેળા દરમિયાન અંબાજી મંદિરમાં આવક પણ વધારો થયો છે. ભક્તોએ દિલ ખોલીને માતાના દ્વારમાં દાન કર્યું છે. જેમાં આજે પૂનમના છેલ્લા દિવસે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું છે. 

2018-09-25.jpg

અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી મળેલી માહિતી મુજબ, આજે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને 1 કિલો સોનું દાનમાં મળ્યું છે. આ સોનુ નેબ્રોસ ફાર્મા લિ. નાં ફાઉન્ડર નવનીતભાઈ પટેલના દ્વારા આપવામાં આવ્યું છે. નવનીતભાઈ પટેલ અમદાવાદના વતની છે, અને તેઓ અવારનવાર મંદિરમાં સોનાનું દાન કરતા રહે છે. 

2018-09-25 (3).jpg

ભાદરવી પૂનમમાં મેળા દરમિયાન અંબાજી મંદિરની ગાદીની આવકમાં વધારો નોંધાયો છે. છઠ્ઠા દિવસનો આંકડો કુલ 3 કરોડ 50 લાખ સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત આ સાત દિવસોમાં સોનાની આવક પણ વધી હતી. જેમાં ત્રીજા દિવસે 617 ગ્રામની સોનાનીેં ભેટ મળી હતી. તેમજ બીજા દિવસે સોનાની 110 ગ્રામની ભેટ મળી હતી. 

 

ઉલ્લેખનીય છે કે, હાલ અંબાજી મંદિરના શિખરને સોનાથી મઢવાની કામગીરી ચાલુ રહી છે, ત્યારે અનેક ભાવિકભક્તો મંદિરમાં સોનાનું દાન કરી પોતાનો હિસ્સો મંદિરમાં આપી રહ્યાં છે. ત્યારે ભાદરવી પૂનમમાં મેળાવામાં આવેલ સોનાના દાનનો ઉપયોગ પણ શિખરના કામગીરીમાં લેવાય તેવી શકય્તા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news