પિકનિકમાં મોકલતા પહેલા સો વાર વિચારજો, નહિ તો આવી રીતે દીકરો ગુમાવવાનો વારો આવશે
Trending Photos
મિતેશ માળી/વડોદરા :અમદાવાદથી પિકનિક પર ગયેલી પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચોંકાવનારી ઘટના બની હતી. પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલી માહી વોટરગેટ રિસોર્ટની રાઈડ પર બેસેલા બે બાળકોને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. તો અન્ય વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી છે. આમ, હોંશેહોંશે પિકનિકમાં ગયેલા વિદ્યાર્થીઓને મોત મળ્યું હતું. મૃત્યુ પામનાર વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો.
‘હું સાજો-નવરો છું...’ મોતના સમાચાર પર ભીખુદાન ગઢવીએ કરી સ્પષ્ટતા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ પાદરના મુજપુર બ્રિજ પાસે આવેલ મહી વોટર રિસોર્ટમાં પિકનિકમાં આવ્યા હતા. 4 લક્ઝરી ગાડીમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓને અલગ અલગ રાઈડ્સમાં બેસાડવામાં આવ્યા હતા. ધોરણ-8માં ભણતો જીમિલ કવૈયા (ઉંમર 12 વર્ષ) નામનો વિદ્યાર્થી કેટલાક વિદ્યાર્થીઓ સાથે બસની રાઈડમાં બેસ્યો હતો. ત્યારે ગોળ ફરતી આ રાઈડમાંથી જીમિલે માથુ બહાર કાઢ્યું હતું. ત્યારે તેનુ રાઈડના માથુ થાંભલા સાથે ભટકાયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા જીમિલને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.
વિદ્યાર્થીના મોત બાદ અન્ય વિદ્યાર્થીઓમાં ડર ફેલાયો હતો. જીમિલના મોતની જાણ તેના પરિવારને કરાતા તેનો પરિવાર તાત્કાલિક વડોદરા દોડી આવ્યો હતો.
રાઈડમાં કોઈ જ સેફ્ટી ન હતી
મહી વોટરગેટ રિસોર્ટમાં જે રાઈટ હતી, તેમાં કોઈ જ પ્રકારની સેફ્ટી ન હોવાનું આ ઘટના બાદ ધ્યાને આવ્યું હતું. વિદ્યાર્થીઓ હોવા છતા કોઈ જ તકેદારી લેવાઈ ન હતી. તો બીજી તરફ, રિસોર્ટમાં કોઈ સીસીટીવી કેમેરા પણ લગાવાયેલા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે