Anand: રેલ્વે અને ખેડૂતો વચ્ચે વિવાદ, માલપરિવહન રેલ્વે પ્રોજેક્ટનું કામ શરૂ કરાયું

ભારત દેશમાં માલ પરિવહન માટે ખાસ નવા ચાર ટ્રેક શરૂકરવાનો પ્રોજેક્ટ કોંગ્રેસ સરકારે વર્ષ 2008 માં મંજૂર કર્યો હતો જે અંતર્ગત દિલ્હીથી ચંદીગઢ, દિલ્હીથી કલકતા, દિલ્હી મદ્રાસ, દિલ્હીથી મુંબઇ વચ્ચે ખાસ ટ્રેક શરૂ કરવા માટેનું કામ શરૂ કરાયું હતું

Anand: રેલ્વે અને ખેડૂતો વચ્ચે વિવાદ, માલપરિવહન રેલ્વે પ્રોજેક્ટનું કામ શરૂ કરાયું

જપ્તવ્ય/ આણંદ: ભારત દેશમાં માલ પરિવહન માટે ખાસ નવા ચાર ટ્રેક શરૂકરવાનો પ્રોજેક્ટ કોંગ્રેસ સરકારે વર્ષ 2008 માં મંજૂર કર્યો હતો જે અંતર્ગત દિલ્હીથી ચંદીગઢ, દિલ્હીથી કલકતા, દિલ્હી મદ્રાસ, દિલ્હીથી મુંબઇ વચ્ચે ખાસ ટ્રેક શરૂ કરવા માટેનું કામ શરૂ કરાયું હતું.

સામાન્ય રીતે આવા નવા વિકાસ લક્ષી કામોમાં ખેડુતોની જમીન સંપાદનથવી તે સ્વાભાવિક છે. ત્યારે આ પ્રોજેક્ટને લઇને પણ અલગ અલગ ખેડુતોની જમીન સંપાદન કરાઇ જેમાં દિલ્હીના દાદરીથી મુંબઇના જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેના માલપરિવહન માટે 120 કિમીની ઝડપે રેલ દોડાવવા માટે પણ અલગ અલગ જીલ્લાના ખેડુતોની જમીન સંપાદન કરાઇ જેમાં તેમને નક્કી કરેલ ધારાધોરણ મુજબ વળતર પણ ચુકવાયુ ત્યારે આણંદના ગ્રામ્ય વિસ્તારના ખેડુતો આજેપણ પોતાની આ વળતરની માંગને પુરી નહી થવાથી જમીનમાં કામ નહી શરૂ કરવા કહી રહ્યા છે.

આ મામલો વિસ્તારથી સમજીએ તો મુંબઇના જવાહરલાલ નેહરુ પોર્ટથી દાદરી દિલ્હી વચ્ચેનો માલપરિવહન ટ્રેનનો પ્રોજેક્ટ કોંગ્રેસ સરકારે વર્ષ 2008 માં મંજૂર કર્યો હતો, જેને લઇને ખેડુતો સાથે જમીન સંપાદન મામલે ભારત સરકારની આ વેસ્ટર્ન રેલ્વે સંચાલીત સંસ્થા સાથે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં આણંદ જિલ્લાના 30 ગામોના ખેડુતોની જમીન સંપાદનનો આ વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે.

ત્યારે ખેડુતોને જેતે સમયે તેમની જમીને પેઠે નજીવા રકમનું વળતર ચુકવાયુ હતુ. હવે અંહી મુખ્ય સવાલ એ ઉભો થાય છે કે, તંત્ર દ્વારા આ ખેડુતોને જમીન અને સાથે એનએનઆરઆરપી પેઠે પણ વળતર ચુકવવાનું હોય છે જે વડોદરા, ભરૂચ, સુરત જિલ્લાના ખેડુતોને અપાયેલ પણ છે સાથે આણંદના પણ 30 પૈકી 7 ગામને ચુકવાયુ છે. ત્યારે બાકીના 23 ગામોને આ વળતર નહીં ચુકવાતા ખેડુતો આરબીટ્રેટર તરીકે નિમાયેલ મતસ્ય ઉદ્યોગ કમિશ્નર પાસે રજુઆત કરી હતી.

જે દરમિયાન ખેડુતોને જમીનની વધારાની કિંમત પણ નક્કી કરી આપી હતી જેથી ખેડુતો નવી નક્કી કરાયેલી વળતરની કિંમતથી આનંદીત થયા હતા. પરંતુ રેલ્વેના આ પ્રોજેક્ટ સંચાલિત વિભાગ દ્વારા આણંદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ કરાઇ હતી. જે અપિલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે અમાન્ય રાખતા સરકારી વિભાગ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જ્યાં 20 ગામનો ચુકાદો વર્ષ 2018 ના જુલાઇ મહીનામાં જસ્ટિસ કાર્યા અને જસ્ટિસ કુરૈશીની કોર્ટે આપ્યો હતો.

ત્યારે હાઇકોર્ટે વળતરની રકમમાં વ્યાજનો દર 15 ટકાથી ઘટાડી 9 ટકા કરી આપ્યો હતો. ત્યારબાદ પણ અસંતુષ્ટ સરકારી તંત્ર સુપ્રિમ કોર્ટ સુધી પંહોચ્યુ. યોગ્ય વળતરની રકમ નહી ચુકવવાની દાનત રાખનાર રેલ્વે વિભાગે અહી પણ ઉંધો પછડાટ જોવો પડ્યો. જેમાં વર્ષ 2019 ના ઓક્ટોમ્બર મહિનામાં આ 18 ગામોની પિટીશન ડિસમિસ કરાઇ અને બાકીની બાદમાં દાખલ કરાયેલ બે ગામોની પિટીશન જેમાં દેવાવાંટા અને બીજા એક ગામની અપીલ સુપ્રીમે રેકર્ડ જોઇને જ વર્ષ 2021 માં ફેબ્રુઆરી મહિનાની 5 મી તારીખે ડિસમીસ કરી હતી.

જોકે હાલમાં આ સમગ્ર મામલે રેલ્વે વિભાગે 20 ગામના થઇને કરોડો રૂપિયા ખેડુતોને ચુકવવાના નિકળે છે. તેમ છતાં આ વળતરની રકમ નહીં ચુકવ્યા છતાં પણ આ પ્રોજેક્ટ માટે ખેડુતોની જમીન પર કબજો મેળવી કામ શરૂ કરાયુ છે. ખેડુતો સાથેના આ જમીન વિવાદને લઇને આજે રેલ વિભાગ પોલીસ પ્રોટેક્શન ફોર્સ સાથે કામ શરૂ કરવા પહોંચ્યા હતા. જે દરમિયાન પણ ખેડુતોએ ઉપસ્થિત અધીકારીઓને પોતાના હક્કની વાત કરી હતી.

ત્યારે પોલીસે રેલ વિભાગે પ્રોટેક્શન માંગ્યુ હોવાથી અમે પ્રોટેક્શન આપેલ છે. દેવાવાંટાના સરપંચ વિક્રમસિંહ મહીડાએ ZEE 24 કલાક સાથે ટેલિફોનિક વાતમાં કહ્યું હતું કે ખેડુતોની જમીનના બદલામાં તેમને યોગ્ય વળતર મળવુ જોઇએ, જેથી તેમના આગળનું જીવન નિર્વાહ કરી શકે, માનનીય હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટનો અનાદર કરી ખેડુતોની જમીન લેવી તે ગેરવ્યાજબી છે, અમે આ સમગ્ર મામલે વધુ એક વખત હાઇકોર્ટ અને જરૂર જણાય સુપ્રિમ કોર્ટ સુધી જઇશું.

જોકે સરકારના આ માલ પરિવહન માટેના પ્રોજેક્ટનું કામ શરૂ કરી દેવાયુ છે. ત્યારે હવે આ સમગ્ર મામલે એક તરફ કોર્ટ બંધ હોવાથી ખેડુતો પણ નિ:સહાય બન્યા છે. ત્યારે આ બાબતે ખેડુતોના અમદાવાદ સ્થિત વકીલ ડી.એમ.પટેલે ZEE 24 કલાક સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યુ હતુ કે રેલ્વે તંત્ર એ સુપ્રીમના હુકમ મુજબ 20 ગામોના ખેડુતોને તેમની વળતરની રકમ ચુકવવી જોઇએ. જો ચુકવ્યા વગર તેઓ કામ શરૂ કરશે તો આગામી દિવસોમાં કોર્ટ ખુલતા હાઇકોર્ટ પાસે વધુ એકવખત ચુકાદાના અનાદરની પિટીશન દાખલ કરીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news