દિનેશ બાંભણીયાની રાજદ્રોહ કેસમાં થઈ ધરપકડ

 રાજદ્રોહના મામલે હવે દિનેશ બાંભણીયા સકંજામાં આવ્યા છે. રાજદ્રોહ કેસમાં પાટીદાર નેતા દિનેશ બાંભણીયાની ધરપકડ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં સતત ગેરહાજર રહેવાને કારણે કારણે દિનેશ બાંબણીયાના ધરપકડ કરવામાં આવી છે. 

દિનેશ બાંભણીયાની રાજદ્રોહ કેસમાં થઈ ધરપકડ

અમદાવાદ/ગુજરાત : રાજદ્રોહના મામલે હવે દિનેશ બાંભણીયા સકંજામાં આવ્યા છે. રાજદ્રોહ કેસમાં પાટીદાર નેતા દિનેશ બાંભણીયાની ધરપકડ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં સતત ગેરહાજર રહેવાને કારણે કારણે દિનેશ બાંબણીયાના ધરપકડ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટે બાંભણીયા સામે વોરંટ ઈશ્યુ કરાયું. હાલ તેમને સાઈબર સેલમાં લઈ જવાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ સામે સેશન્સ કોર્ટમાં રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. રાજદ્રોહ કેસમાં જેલવાસ ભોગવી રહેલા અલ્પેશ કથીરિયાનો હજુ છૂટકારો થયો નથી, ત્યાં તો દિનેશ બાંભણિયાની પણ ક્રાઈમબ્રાંચે આજે ધરપકડ કરી છે. રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટમાં હાજર થવા માટે બાંભણિયાને ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હાજર ન રહેતાં કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું. અંતે આજે સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આજે હાર્દિક, દિનેશ અને ચિરાગ સામે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ શકે છે. તેમના પર પાટીદાર અનામત આંદોલન સમેય રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. ગત મુદતે દિનેશ બાંભણીયા ગેરહાજર રહેતા કોર્ટે વોરન્ટ ઈશ્યુ કર્યું હતું. 

અલ્પેશ કથિરીયા પહેલેથી જ જેલની અંદર બંધ છે. તેમને જેલમુક્ત કરવા માટે ગઈકાલે દિનેશ બાંભણીયા દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદમાં બંધ કરાવી દેવાઈ હતી. ત્યારે હવે આજે દિનેશ બાંભણીયાની ધરપકડ કરાઈ છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં ફરીથી પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ચર્ચાયો છે. રાજદ્રોહના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાને ગઈકાલે સુરત લઈ જવામાં આવ્યો હતો. અમરોલીમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં ક્રાઇમબ્રાન્ચે ટ્રાન્સફર વોરંટ મેળવીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેને ક્રાઇમબ્રાન્ચ કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. અલ્પેશને સુરત લાવવાના સમાચાર મળતા પાટીદાર યુવાનોના ટોળા ક્રાઇમબ્રાન્ચ કચેરી બહાર એકઠા થઈ ગયા હતા. તેમણે અલ્પેશની જેલ મુક્તિની માંગ સાથે જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news