ગુજરાતનું આ શહેર છે દીક્ષા ગ્રહણ કરનાર નગરી! જૈન ધર્મના વધુ 6 લોકો સંયમના માર્ગે
સુરત શહેર સમગ્ર દેશ સહિત વિશ્વમાં દીક્ષા નગરી તરીકે ઓળખ ધરાવી રહી છે છેલ્લા બે વર્ષની જો વાત કરીએ તો સૌથી વધુ દીક્ષા ગ્રહણ સુરત શહેરમાં થયેલી છે ત્યારે વધુ એક વખત એક સાથે છ જેટલા લોકો દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ સુરત એટલે જૈન ધર્મમાં દીક્ષા ગ્રહણ કરનારી નગરી..સૌથી વધુ દીક્ષા સુરતમાં ગ્રહણ કરવામાં આવે છે.ત્યારે એક સાથે 6 જેટલા દિક્ષાર્થીઓની શોભા યાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પરંપરાગત કાઢવામાં આવી હતી. દીક્ષા ગ્રહણ કરનાર તમામ લોકો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જીવ વિજ્ઞાનની સાથે 3 મહિલાઓ ડબલ માસ્ટર ડીગ્રી સાથે ઉતીન થયેલ છે. આવતીકાલે સવારે 9:00 વાગે આચાર્ય મહાશ્રમણ ની નિશ્રામાં 6 દીક્ષાર્થીઓ દીક્ષા લઇ સંયમ ના માર્ગે નીકળી જશે.
સુરત શહેર સમગ્ર દેશ સહિત વિશ્વમાં દીક્ષા નગરી તરીકે ઓળખ ધરાવી રહી છે છેલ્લા બે વર્ષની જો વાત કરીએ તો સૌથી વધુ દીક્ષા ગ્રહણ સુરત શહેરમાં થયેલી છે ત્યારે વધુ એક વખત એક સાથે છ જેટલા લોકો દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે. દીક્ષા લેનારાઓ તમામ લોકોનો આજે પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં દીક્ષા લેનાર તમામ લોકોના પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આવતીકાલે આ તમામ લોકો મહારાજશા નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે સૌથી મહત્વની વાત છે કે આ છ લોકો ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી ધરાવે છે જે પૈકી ત્રણ મહિલાઓ ડબલ માસ્ટર ડિગ્રી ધરાવે છે આ ઉપરાંત જીનોલોજીની પણ ડીગ્રી ધરાવે છે.તમામ 6 દીક્ષાર્થીઓ ભવ્ય સંયમ શોભા યાત્રા કાઢી ભગવાન મહાવીર ખાતે આવેલ સંયમ વિહાર માં આચાર્ય મહાશ્રમણજીના દર્શન કરવા પહોંચ્યા હતા.આચાર્યએ દીક્ષાર્થીઓને જણાવ્યું હતું કે તમે સંયમ તરફ આગળ વધી રહ્યા છો અને આત્મા કલ્યાણ જે એક સારો માર્ગ છે.
દીક્ષા લેનારના નામ:
1.દીક્ષાર્થી મુમુક્ષ સુરેન્દ્ર કોચર( 24 વર્ષ),
2.મુમુક્ષ વિકાસ બાફના( 40 વર્ષ)
3.મુમુક્ષ મીનલ પરીખ( 32 વર્ષ)
4.મુમુક્ષ દિક્ષિતા સંઘવી ( 30 વર્ષ )
5.મુમુક્ષ નૂપુર બરડીયા ( 32 વર્ષ)
6.મુમુક્ષ મીનાક્ષી સામસુખા (44 વર્ષ)
વાત કરીએ 24 વર્ષીય સુરેન્દ્ર જે મૂળ જોધપુરનો રહેવાસી છે. જેને જીવ વિજ્ઞાનમાં બેચરલ ડીગ્રી પ્રાપ્ત કરી છે. જ્યારે મીનાક્ષી સામતુખા રાજસ્થાન ના બિકાનેર ખાતે રહે છે તે એમ.કોમ સહિત એમએ ઈન જેનોલોજી ડિગ્રી પ્રાપ્ત કરી ચુકી છે. દિક્ષિતા સંઘવી એમ.કોમ અને એમએ ઈન જેનોલોજીની ડિગ્રી ધરાવે છે.દીક્ષિત સુરતની રહેવાસી છે અને સાથે મીનલ પરીખ પણ એમ.કોમ અને એમ ઈન જેનોલોજી ધરાવે છે.
જ્યારે સુરતમાં રહેતી નુપુર બરડીયા સિવિલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી બીએ અને એમએની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને વિકાસ બાફનાએ બીકોમની ડિગ્રી ધરાવે છે. આ તમામ મુમુક્ષો આવતીકાલે સવારે આચાર્ય મહાશ્રમનની નિશ્રામાં સંયમનો માર્ગ લઈ દીક્ષા ગ્રહણ કરશે આ તમામ દીક્ષાર્થીઓના પરિવારજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે