બાયડ બેઠક પરની પેટા ચૂંટણી માટે ધવલસિંહનું નામ લગભગ નક્કી: પ્રદિપસિંહ જાડેજા
પ્રદીપસિંહ જાડેજાએ ઉમેરવારને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ધવલસિંહ ઝાલા કોંગ્રેસની નીતિ રીતિઓથી કંટાળીને ભાજપમાં જોડાયા છે. માટે તેમનું ભવિષ્ય ઉજવવળ છે અને ટીકીટ મળવાની શક્યતાઓ વધુ છે.
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી: જિલ્લાના બાયડ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે બાયડ બેઠક માટે ભાજપ દ્વારા આજે બેઠક પ્રભારી ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યકર સંમેલન યોજાયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ ઉમેરવારને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ધવલસિંહ ઝાલા કોંગ્રેસની નીતિ રીતિઓથી કંટાળીને ભાજપમાં જોડાયા છે. માટે તેમનું ભવિષ્ય ઉજવવળ છે અને ટીકીટ મળવાની શક્યતાઓ વધુ છે.
અરવલ્લી જીલ્લાની બાયડ વિધાનસભા બેઠક ઉપર ધવલસિંહ જાલાએ રાજીનામું આપતા હાલ આ બેઠક ખાલી પડી છે, ત્યારે આ બેઠક ખાલી પડતા ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે જેના પગલે બાયડના રાજકારણમાં પુનઃરાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક પોતાના હસ્તક કરવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. આજે બાયડ નજીક માધવકંપા ખાતે આવેલી વૃંદાવન હોટેલ ખાતે અરવલ્લી જીલ્લા ભારતીય જનતા પાર્ટી અને બાયડ માલપુર તાલુકા ભાજપ દ્વારા જીલ્લાના તેમજ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનું એક સંમેલન યોજાયુ હતું.
ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવી, રાજ્ય સરકાર ટેકાના ભાવે કરશે મગફળીની ખરીદી
જેમાં બાયડ વિધાનસભા બેઠકના પ્રભારી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેરવારને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ધવલસિંહ ઝાલા કોંગ્રેસની નીતિ રીતિઓથી કંટાળીને ભાજપમાં જોડાયા છે. માટે તેમનું ભવિષ્ય ઉજવવળ છે અને ટીકીટ મળવાની શક્યતાઓ વધુ છે. આ સંમેલનમાં પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી ,સાંસદ દીપસિંહ રાઠોડ, હાજર રહ્યા હતા.
દૂધ સાગર ડેરીની અનોખી પહેલ, પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાવાથી ‘દૂધ મળશે મફત’
આ કાર્યક્રમમાં આગામી બાયડ વિધાનસભા બેઠક માટે યોજાનાર ચુંટણી માટે ઉમેદવારની પસંદગી અને ચૂંટણી માટેની રણનીતિ નક્કી કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ચૂંટણી જાહેર થવાને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે બાયડના રાજકારણમાં હાલ રાજકીય ગરમાવો આવ્યો છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે