અંધશ્રદ્ધા: ભૂવાઓએ ભેગા મળી પરિવાર પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા, 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે તમારે...

Dhanera: થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને પરિવારના બે ભાઇઓ ને તેમના દુખો દુર કરવાની લાલચ આપી આપીને તેમની પાસેથી 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની સેરવી લીધા હતા. 

અંધશ્રદ્ધા: ભૂવાઓએ ભેગા મળી પરિવાર પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા, 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે તમારે...

અલ્કેશ રાવ, બનાસકાંઠા: આજના આધુનિક જમાનામાં પણ સતત આદીવાસી અને આંતરિયાળ વિસ્તારમાં અંધશ્રદ્ધાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ધાનેરા પંથકમાંથી આવો જ એક અંધશ્રદ્ધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં પરિવારના લાખો રૂપિયા લૂંટાયા છે. થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને પરિવારના બે ભાઇઓ ને તેમના દુખો દુર કરવાની લાલચ આપી આપીને તેમની પાસેથી 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની સેરવી લીધા હતા. 

ભૂવાઓએ પરિવારના દુખનો લાભ લઇને તેમને વિશ્વાસમાં લીધો હતો. તેમણે પરિવારને કહ્યું હતું કે 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે તમારે ચેહર માતાની બાધા રાખવી પડશે તેમ કહેતા પરિવાર ભૂવાઓની વાતમાં આવી હતો. પરિવારને થોડા સમય માટે સારુ થઇ જતાં પરિવાર ભોળવાઇ ગયો હતો. દુઃખથી બચવા ભૂવાઓએ પરિવારને એક રૂપિયાથી એક કરોડનું ખર્ચ થશે તેમ કહી ગેરમાર્ગે દોરતા પરિવારના બે ભાઈઓએ 1.70 લાખની ચાંદીની પાટો અને 35 લાખ રૂપિયા ઉછીના લાવી ભુવાઓને આપ્યા હતા. 

પરંતુ થોડા સમય બાદ પરિવારને છેતરાયો હોવાની જાણ થતાં પીડિત ભાઇઓએ ધાનેરા પોલીસ મથકે વિધિનો વીડીયો આપી થરાદ અને ધાનેરાના 5 ભૂવાઓ વિરૂધ્ધ ફરિયાદ અરજી આપી હતી. જેના આધારે ધાનેરા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. 

ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી જાળ બિછાવી ફસાવી દીધા હતા. બાદમાં દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ લઈ લીધા હતા. જોકે છેતરાઈ ગયા હોવાનું ધ્યાને આવતા વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપી આરોપીઓને ઝડપી પાડવા પોલીસને અરજી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news