મહાશિવરાત્રિ: અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદીર ભક્તો માટે 42 કલાક ખૂલ્લું રહેશે

આજે છે મહાશિવરાત્રી (Maha Shivratri). એટલે કે મહાદેવની આરાધનાનું પર્વ. ત્યારે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે.  વહેલી સવારથી જ દેવાધિદેવના દર્શન માટે ભક્તો કતારમાં ઉભા રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો સોમનાથ આવી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દેવાધિદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
મહાશિવરાત્રિ: અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદીર ભક્તો માટે 42 કલાક ખૂલ્લું રહેશે

અમદાવાદ :આજે છે મહાશિવરાત્રી (Maha Shivratri). એટલે કે મહાદેવની આરાધનાનું પર્વ. ત્યારે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે.  વહેલી સવારથી જ દેવાધિદેવના દર્શન માટે ભક્તો કતારમાં ઉભા રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો સોમનાથ આવી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દેવાધિદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

પ્રથમવાર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ 
આજે મહાશિવરાત્રિનું મહાપર્વ... મહામેળો અને મહાદર્શનનો મહિમા... વહેલી સવારથી શિવમંદિરોમાં શિવભક્તો ઉમટી પડ્યા છે... પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા સોમનાથમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સોમનાથ દાદાના મંદિરને લાઈટોથી શણગારવામાં અવ્યું છે. મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહાશિવરાત્રી ના પાવન પર્વે અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદીર સતત 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. વિવિધ પુષ્પો અને રોશનીના કલાત્મક અને અલૌકિક શણગાર સોમનાથ મહાદેવ મંદિરને કરાયો છે. લાખો શિવભક્તો ભોળાનાથના દર્શન કરી અનન્ય શિવકૃપા પ્રાપ્ત કરશે. ચાર પ્રહરની વિશેષ પૂજા ઉપરાંત મહામૃત્યુંજય યજ્ઞ, હોમાત્મક લઘુરુદ્ર, જ્યોતપૂજનનું વિશેષ આયોજન મંદિર કેમ્પસમાં કરાયું છે. તો વેરાવળથી સોમનાથ સુધી મહાદેવની પાલખી યાત્રા યોજાશે. સોમનાથ ટ્રસ્ટ, સંસ્કાર ભારતી અને ગુજરાત સરકારના સયુંકત ઉપક્રમે પ્રથમવાર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાનાર છે. પ્રથમ વાર દેશના મોટાભાગના રાજ્યોના 500થી વધુ કલાકારો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પોતાની કલા દ્વારા મહાદેવની આરાધના કરશે.

શિવરાત્રિએ થયો હતો દ્વાપર યુગનો પ્રારંભ
મહા મહિનાની અંધારી ચૌદશ ભગવાન શંકરને અતિ પ્રિય છે, તેથી આજના પાવન પર્વને મહાશિવરાત્રિ કહેવાય છે. આ દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થઈ હતી. આજના જ દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. આજના દિવસે ભગવાન શિવનું નામ લેવાથી અને દર્શન કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે. માન્યતા છે કે આજના દિવસે શિવાલયમાં જઈને દર્શન કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. જેના કારણે આજના દિવસે ભક્તો મંદિરમાં જાય છે. ઉપવાસ કરે છે. અને ભાંગનો પ્રસાદ લે છે. આજના દિવસે રાજ્યમાં અનેક સ્થળે મેળો પણ ભરાયો છે. 

જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી
ભવનાથ તળેટી ખાતે યોજાયેલ શિવરાત્રી મેળાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે 5 દિવસીય મેળામાં દેશ ભરમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓએ લીધી મેળાની મુલાકાત લીધી હતી. આજે રાત્રીના 9 વાગ્યે રવેડી નીકળશે, જેમાં દિગંબર સાધુઓ એક સાથે નીકળી મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે. 

દ્વારકાના નાગેશ્વર જ્યોર્તિલિંગમાં ભીડ ઉમટી
દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ પર ભક્તોની ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી જ ભોળાનાથને રીઝવવા માટે ભક્તો પહોંચી રહ્યા છે. બમ બમ બોલે અને ઓમ નમઃ શિવાયના નાદથી નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુંજી ઉઠ્યું છે. શિવજીને ખાસ દૂધ અને જળનો અભિષેક કરવામાં આવ્યો. દારૂકાવનમાં બિરાજતા નાગેશ્વર મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. 

આણંદના લોટેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા 
મહાશિવરાત્રીના પાવન પર્વ પર દેશભરના શિવાલયો બમ બમ બોલેના નાદથી ગુંજી રહ્યા છે. ભોળાનાથને પ્રસન્ન કરવા માટે સવારથી જ ભક્તો તેમની પૂજા અને આરતી કરી રહ્યા છે. આજના દિવસે શિવ દર્શનનો અનેરો મહિમા છે. ત્યારે આણંદમાં શિવરાત્રીના મહાપર્વના દિવસે શિવભક્તો વહેલી સવારથી શિવાયલોમાં ભોળેનાથની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ઉમટયા હતા. આણંદના લોટેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજાનુ આયોજન કરવામાં આવેલ હતું. આજે મહાશિવરાત્રી અને સિધ્ધ યોગનો સંયોગ છે. ત્યારે શિવભક્તો પોતાની મનોકામના પૂરી થાય તે માટે વહેલી સવારના શિવલીંગ પર દુધ, બિલીપત્ર અને વિવિધ સામગ્રીથી પૂજા અર્ચના કરવામાં આવી. સવારથી શરૂ કરીને મોડી રાત્રી સુધી શિવાલયોમાં આજે પૂજા થશે. સાથે શિવભક્તો માટે ભાંગના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news