ત્રીજા નોરતે પાવગઢ મંદિરમાં હૈયે હૈયું દળાય તેવુ ભક્તોનું ઘોડાપૂર, 15 લાખથી વધુ ભક્તો માટે તંત્રએ કરી છે ખાસ વ્યવસ્થા

પાવાગઢ મંદિર પરિસર અને પગથિયાંમાં હૈયે હૈયું દળાય તેવું અભૂતપૂર્વ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. રાત્રિના 3 વાગ્યાથી જ દર્શન માટે ભક્તોએ લાંબી કતારો લગાવી રહ્યા છે અને આટલી ભીડમાં મહાકાળીના જયકારા સાથે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

ત્રીજા નોરતે પાવગઢ મંદિરમાં હૈયે હૈયું દળાય તેવુ ભક્તોનું ઘોડાપૂર, 15 લાખથી વધુ ભક્તો માટે તંત્રએ કરી છે ખાસ વ્યવસ્થા

જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચૈત્રી નવરાત્રિનો અનોખો મહિમા છે. શ્રદ્ધાળુઓ નવરાત્રિમાં માતાના દર્શનનો લ્હાવો લેવા માટે અનેક મંદિરોમાં જતા હોય છે. બીજી બાજુ રાજ્યના સુપ્રિસદ્ધ યાત્રાધામ અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિત અનેક મંદિરોમાં ભારે ભીડ જામી રહી છે. આજે સતત ત્રીજા નોરતે પંચમહાલના યાત્રાધામ પાવગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.

પાવાગઢ મંદિર પરિસર અને પગથિયાંમાં હૈયે હૈયું દળાય તેવું અભૂતપૂર્વ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. રાત્રિના 3 વાગ્યાથી જ દર્શન માટે ભક્તોએ લાંબી કતારો લગાવી રહ્યા છે અને આટલી ભીડમાં મહાકાળીના જયકારા સાથે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

પાવાગઢમાં વહેલી સવારના 5 કલાકે નિજમંદિરના કપાટ ખુલવાની રાહ જોતા ભક્તોનો વીડિયો સામે આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર નજરે આવ્યું છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ ભક્તો માટે મહાકાળી માતાજીના પ્રત્યક્ષ દર્શનનો મોકો મળતા ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના ત્રીજા નોરતે અંદાજીત 1 લાખ કરતા વધુ ભક્તોએ મહાકાળીના દર્શન કર્યા છે.

બીજી બાજુ કોરોના કાળ બાદ પ્રથમ વખત છૂટ મળતા જ આ વખતે પાવાગઢ મંદિરમાં 15 લાખથી વધુ ભક્તો ચૈત્રી નવરાત્રિએ ઉમટી પડવાની શક્યતાઓ છે. જેને લઈ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિમાં મોટેભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતા ભક્તોનું પ્રમાણ વધુ હોય છે. આ રાજ્યોમાં પાવાગઢથી અખંડ જ્યોત લઇને પોતના વતનમાં જવાનું માહાત્મ્ય છે. જ્યાં અહીંથી લઇ જવાયેલ અખંડ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને બાદમાં તેનું વિસર્જન થાય છે. તેથી પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે.

પાવાગઢમાં તંત્રએ કેવી કરી છે તૈયારીઓ
કોરોના કાળ બાદ પ્રથમ વખત શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ભક્તો માટે ચૈત્રી નવરાત્રી દરમ્યાન ખુલ્લું રહેવાનું હોય અંદાજીત 15 લાખથી વધુ ભક્તો ઉમટી પડવાની શક્યતાઓ ને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ એસ.ટી.બસોની વ્યવસ્થા, મેડિકલ ટીમની વ્યવસ્થા સહિત પોલીસ બંદોબસ્ત માટે 3 ડીવાયએસપી,9 પીઆઇ સહિત એક હજાર કરતા વધુ જવાનો ચાંપતો બંદોબસ્ત રાખવા ના હોય પાવગઢ આવતા દર્શનાર્થીઓને ને કોઈ તકલીફ ના પડે તે માટે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે . તંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષાને ને ધ્યાનમાં રાખી પાવાગઢ બસ સ્ટેશનથી માંચી સુધી જવાના રસ્તા પર ખાનગી વાહનો ની અવરજવર બંધ કરાવવામાં આવી છે જયારે એસ ટી વિભાગ દ્વારા વધારાની બસો મુકવામાં આવી છે જેને લઈને યાત્રિકો સરળતા થી માંચી સુધી પહોંચી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news