પૌત્ર પાછો ન ફરતાં દાદાની આંખમાંથી આંસુ સૂકાતા નથી, એક જ પરિવારના 5 લોકો હજુ પણ લાપતા

રાજકોટ અગ્નિકાંડની કરુણાંતિકાના હચમચાવી નાંખનારા દ્રશ્યો સામે આવ્યા. જેમાં સફેદ શર્ટમાં જે વ્યક્તિ તમે જોઈ રહ્યા છો તે વિરેન્દ્રસિંહ જાડેજા છે. વિરેન્દ્રસિંહ પોતાના પરિવાર સાથે ગેમઝોનમાં ગયા હતા. પરંતુ પરિવારના પાંચ લોકો હજુસુધી બહાર આવી શક્યા નથી. જેના કારણે પરિવારમાં ગમગીનીનો માહોલ છે.

પૌત્ર પાછો ન ફરતાં દાદાની આંખમાંથી આંસુ સૂકાતા નથી, એક જ પરિવારના 5 લોકો હજુ પણ લાપતા

Rajkot Game zone Fire: રાજકોટમાં બેદરકારીની આગ એવી ફેલાઈ કે માત્ર 50 સેકંડમાં બધું ભસ્મીભૂત થઈ ગયું. સ્થિતિ એવી સર્જાઈ કે ગેમઝોનમાં મોતને ભેટેલા લોકોના DNA મેચ કરીને ઓળખ કરવાની ફરજ પડી. હજુ પણ 5 જેટલાં લોકો લાપતા છે ત્યારે આ પરિવારની શું છે જુબાની? પરિવાર શું માગણી કરી રહ્યો છે?

  • ગેમઝોનમાં તંત્રની ઘોર બેદરકારી?
  • 28 નિર્દોષ લોકોનાં થયા મોત
  • ગેમઝોનમાં પોલીસની ગંભીર બેદરકારી?
  • 28 નિર્દોષ લોકો જીવતા હોમાયા
  • ગેમઝોનમાં સરકારની ગંભીર બેદરકારી?
  • 9 ભૂલકાં સહિત 28 લોકો કોલસામાં ફેરવાયા

જોઈ લો આ ફોટો...શું રાજકોટ ગેમ ઝોન પર આ ઉચ્ચ અધિકારીઓની હતી મહેરબાની?

આખરે આ ઘટનામાં કોની બેદરકારી ગણવી? કેમ કે દરેક એકબીજાની જવાબદારી ખંખેરીને ઈસકી ટોપી ઉસકે સર જેવું કામ કરી રહ્યા છે. જેના કારણે ગેમઝોનમાં જીવતા ગયેલા અને પછી ક્યારેય બહાર ન આવેલા મૃતકોના પરિવાર પીસાઈ રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડની કરુણાંતિકાના હચમચાવી નાંખનારા દ્રશ્યો સામે આવ્યા. જેમાં સફેદ શર્ટમાં જે વ્યક્તિ તમે જોઈ રહ્યા છો તે વિરેન્દ્રસિંહ જાડેજા છે. વિરેન્દ્રસિંહ પોતાના પરિવાર સાથે ગેમઝોનમાં ગયા હતા. પરંતુ પરિવારના પાંચ લોકો હજુસુધી બહાર આવી શક્યા નથી. જેના કારણે પરિવારમાં ગમગીનીનો માહોલ છે.

રાજકોટમાં રહેતાં દેવિકાબેન જાડેજા પોતાના પરિવારના 10 લોકો સાથે ગેમઝોનમાં ગયા હતા. જેમાંથી 5 લોકો તો બહાર આવી ગયા. પરંતુ હજુપણ 5 લોકો લાપતા છે..ઝી 24 કલાક સાથે ખાસ વાત કરતાં તેમણે ભીની આંખે પોતાની આપવાતી જણાવી અને ફાયર સેફ્ટી સામે મોટા સવાલ ઉભા કર્યા. દ્રશ્યમાં દેખાતા દાદા પોતાના પૌત્ર માટે તરસી રહ્યા છે. કેમ કે રાજભા ચૌહાણ નામનો તેમનો પૌત્ર ગેમઝોનમાં ગયો હતો પરંતુ તે પાછો ન ફરતાં દાદાની આંખમાંથી આંસુ સૂકાતા નથી.

આ ઘટનામાં વેરાવળની ખુશાલી મોડાસિયા પણ મોતને ભેટી. તે પોતાના પતિ અને નાની બહેન સાથે ગેમઝોનમાં તો ગઈ પરંતુ બહાર ન આવી શકી. હાલ તો 28 લોકોના પરિવારમાં શોકનો માહોલ છે. આંખો સૂકાઈ રહી નથી તેમની અશ્રુમાંથી એક જ સવાલ નીકળી રહ્યો છે કે ક્યાં સુધી નિર્દોષ લોકોના મોત થતાં રહેશે?. ક્યારે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news