લવ જેહાદનો ખતરનાક કિસ્સો! શેહબાઝ બન્યો હર્ષિત ચૌધરી! 14 હિન્દુ છોકરીઓને ફસાવી રેપ બાદ પડાવ્યા પૈસા
Love Jihad : લવ જેહાદને અંજામ આપનાર અમદાવાદના મોહમ્મદ જહેબાઝની ધરપકડ... દેશભરમાં 14 યુવતીઓને બનાવી હતી ટાર્ગેટ... હર્ષિત નામ આપીને ફસાવતો પ્રેમજાળમાં... અલીગઢમાં આર્મી ઓફિસરની દિકરીને ફસાવ્યા બાદ ફૂટ્યો ભાંડો..
Trending Photos
Ahmedabad News ગૌરવ પટેલ/અમદાવાદ : રેલવે પોલીસે થોડા સમય અગાઉ ચોરીના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ હર્ષિત ચૌધરી તરીકે આપી હતી. પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહિ, પરંતુ મોહમ્મદ શેહબાઝ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે વિગતવાર તપાસ કરતા આરોપીએ પોતે મુસ્લિમ હોવા છતાં પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપીને આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત 14 હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને યુવતીઓ પાસેથી શારીરિક સંબંધ બાંધીને પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપી અગાઉ આર્મીમાં નોકરી કરતો હતો, જ્યાંથી તેને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર કાઢી મૂકવામાં આવ્યો હતો, છતાં આરોપી યુવતીઓને પોતે મેજર હોવાની પણ ઓળખ આપતો હતો.
31 ઓગસ્ટના રોજ રેલવે પોલીસે એક ચોરીનો ગુનો નોંધ્યો હતો, જેમાં વંદે ભારત ટ્રેનમાંથી એક મુસાફરની બેગ ચોરી થઈ હતી. આ બેગમાં લેપટોપ અને સોનાની વીંટી સહિતનો સામાન હતો. રેલવે પોલીસે 7 સપ્ટેમ્બરે આ ગુનાનો ભેદ ઉકેલીને ચોરીના આરોપી હર્ષિત ચૌધરીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતે રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે હર્ષિત ચૌધરીના નામથી આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં તમામ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં કાગળ પણ તૈયાર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો.
આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહીં પરંતુ મોહમ્મદ શેહબાઝ હોવાનું સામે આવ્યું હતું. શેહબાઝ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેણે પોતાનું હર્ષિત ચૌધરી નામનું ખોટું આધારકાર્ડ બનાવી પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું, જેથી પોલીસે આ અંગે વધુ એક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે shaadi.com વેબસાઈટ મારફતે તથા અલગ અલગ ડેટિંગ એપ મારફતે પોતાની હર્ષિત ચૌધરી તરીકેની ઓળખ આપી હતી. શહેબાઝ મુસ્લિમ હોવા છતાં પોતાની હિન્દુ તરીકેની ઓળખ તથા આર્મીમાંથી કાઢી મુક્યો હોવા છતાં પોતે આર્મીમાં મેજર હોવાની ઓળખ આપીને યુવતીઓ સાથે સંપર્ક કરતો હતો.
શહેબાઝે જમ્મુ કશ્મીર, સીલીગુડી, ગુજરાત, મુંબઈ, દિલ્હી, અલીગઢ સહિત દેશમાં અલગ અલગ જગ્યાએ 14 હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. તમામ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. શહેબાઝના અલીગઢમાં 2016માં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ થઇ ચુક્યા છે, જેમાં બે બાળકો પણ છે. તેના ભાઈ એરફોર્સમાં અધિકારી છે જ્યારે પિતા નિવૃત્ત આર્મી અધિકારી છે. તેની ઉમર 30 વર્ષની છે.
આરોપી વર્ષ 2015માં આર્મીમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી લાગ્યો હતો. નોકરીમાં શરૂઆતમાં બે વર્ષની ટ્રેનિંગ હતી. તેણે પોતાની નોકરી દરમિયાન પણ કેટલીક યુવતીઓનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત આર્મીમાં હોવાથી પ્રતિબંધ હોવા છતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. આમ અનેક પ્રતિબંધિત કૃત્ય કર્યા હોવાથી આર્મીમાં તેને સજા પણ ફટકારવામાં આવી હતી. આ કૃત્યને લઈને તેને મેડિકલના આધારે આર્મીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે આર્મી કેન્ટીનમાં કામગીરી કરી હોવાથી તે રેન્ક અને બેજ વિશે જાણતો હતો, જેથી તેણે પોતાના યુનિફોર્મ મેજર તરીકેનો બનાવ્યો હતો તે પહેરીને જ યુવતીઓને ફસવતો હતો.
પોતાની અસલ ઓળખ છુપાવવા રાજસ્થાનના ભરતપુરના હર્ષિત ચૌધરી તરીકેની ઓળખ આપી હતી. તેણે હર્ષિત ચૌધરીના નામથી બનાવટી આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ બનાવ્યા હતા. જેના આધારે બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવીને તેમાં અલગ અલગ ટ્રાન્જેક્શન કર્યા હતા. આરોપીના ખાતામાંથી 50 લાખના ટ્રાન્જેક્શન થયા હોવાની પણ વિગત સામે આવી છે. આરોપીએ પોતાની મેજર તરીકેની ઓળખ આપીને આર્મી કેમ્પમાં પણ રોકાયો હોવાની વિગત સામે આવી છે. આ ઉપરાંત મુંબઈ, ગોવા, ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોમાં યુવતીઓને ફસાવવા માટે એર ટ્રાવેલ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
તેણે એક યુવતીને બહેન બનાવી હતી. જ્યારે નવી યુવતીને પોતાના પ્રેમમાં ફસાવવા માટે પ્રયત્ન કરતો ત્યારે સાથે લઈ જતો અને પોતાની બહેન તરીકેની ઓળખ આપીને નવી યુવતી અને તેના પરિવારને ફસાવતો હતો. શહેબાઝ વિરુદ્ધમાં અલીગઢમાં પણ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. આરોપી અંગે બેંકને,આર્મી,જ્યાં જ્યાં ટ્રાવેલ કર્યું તે ઓથોરિટીને ખોટા ડોક્યુમેન્ટ્ અંગે જાણ કરશે જેથી કોઈ ફરિયાદ નોંધાવવા માંગે તો તેમની પણ ફરિયાદ લેવામાં આવશે. આ ઉપરાંત 14 હિન્દુ યુવતીઓ સહિત અન્ય યુવતીઓ પણ આરોપીએ ફસાવી હોવાની શક્યતા છે જેથી તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે