ગુજરાતીઓ તમારા બાળકોને આ 10 દેશોમાં ભૂલથી પણ ના મોકલતા, અહીં સતત રહે છે મોતનો ડર

Dangerous Destinations: દીકરા કે દીકરીને ભૂલથી પણ ના મોકલતા, આ 10 દેશો નથી વિદ્યાર્થીઓ માટે સલામત...કારણકે, આ દેશોમાં ભારતીયોને સતત રહે છે જીવનું જોખમ....અહીં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે...

ગુજરાતીઓ તમારા બાળકોને આ 10 દેશોમાં ભૂલથી પણ ના મોકલતા, અહીં સતત રહે છે મોતનો ડર

Unsafe Countries For Indians: વિદેશમાં ભણવા જવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ગુજરાતીઓ આ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યાં છે. વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાં વિદ્યાર્થીઓ માટે સલામત વાતાવરણ નથી. જેથી બાળકોએ કોઈપણ દેશમાં અભ્યાસ કરવા જતાં પહેલાં વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રિસર્ચ કરવું જોઈએ અને સલામતીના તમામ પગલાં લેવા જોઈએ.

દુનિયાના છાત્રો નવો અનુભવ અને જ્ઞાન મેળવવા માટે વિદેશમાં અભ્યાસ કરવા જાય છે, પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ છે. ચાલો જાણીએ તે દસ દેશો વિશે જ્યાં અભ્યાસ કરવો વિદ્યાર્થીઓ માટે ખૂબ જોખમી છે. જ્યાં બાળકને મોકલવા કલ્પના પણ કરવી એ અઘરી છે. 

અફઘાનિસ્તાન:
અફઘાનિસ્તાનમાં રાજકીય અસ્થિરતા અને હિંસાને કારણે વિદ્યાર્થીઓ માટે સલામત વાતાવરણ નથી.

સોમાલિયા:
સોમાલિયામાં ચાંચિયાગીરી અને આતંકવાદની ઘટનાઓ સામાન્ય છે, જેના કારણે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં છે.

ઇરાકઃ
ઇરાકમાં પણ રાજકીય અસ્થિરતા અને હિંસાને કારણે વિદ્યાર્થીઓ માટે સલામત વાતાવરણ નથી.

નાઈજીરિયાઃ
નાઈજીરિયામાં બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનોના કારણે વિદ્યાર્થીઓ પર હુમલા થતા રહે છે.

દક્ષિણ સુદાનઃ
દક્ષિણ સુદાનમાં ગૃહયુદ્ધને કારણે લાખો લોકો વિસ્થાપિત થયા છે અને વિદ્યાર્થીઓ માટે પણ સુરક્ષાની ગંભીર સમસ્યા છે.

યમન:
ગૃહ યુદ્ધે યમનમાં માનવતાવાદી કટોકટી સર્જી છે અને વિદ્યાર્થીઓ માટે સલામત વાતાવરણ નથી.

સીરિયાઃ
સીરિયામાં ગૃહયુદ્ધના કારણે દેશમાં તબાહી મચી ગઈ છે અને લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે.

વેનેઝુએલા:
વેનેઝુએલામાં રાજકીય અને આર્થિક સંકટને કારણે ગુના અને હિંસામાં વધારો થયો છે, વિદ્યાર્થીઓ માટે જોખમ વધી રહ્યું છે.

આફ્રિકન રિપબ્લિક:
રાજકીય અસ્થિરતા અને હિંસાને કારણે આફ્રિકન રિપબ્લિકમાં વિદ્યાર્થીઓ માટે સુરક્ષાની ગંભીર સમસ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news