ડાંગનો ડંકો: 19 વર્ષીય જીત નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે
આદિવાસી જિલ્લા ગણાતો ડાંગ જે હવે રમત ગમત ક્ષેત્રે આગળ આવી રહ્યું છે. જેમાં સરિતા ગાયકવાડે દોડમાં ડાંગનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે. તો હવે ક્રિકેટમાં પણ વાગશે ડાંગનો ડંકો 19 વર્ષીય જીત કુમાર નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટિમ માટે રમશે.
Trending Photos
સ્નેહલ પટેલ/ડાંગ: આદિવાસી જિલ્લા ગણાતો ડાંગ જે હવે રમત ગમત ક્ષેત્રે આગળ આવી રહ્યું છે. જેમાં સરિતા ગાયકવાડે દોડમાં ડાંગનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે. તો હવે ક્રિકેટમાં પણ વાગશે ડાંગનો ડંકો 19 વર્ષીય જીત કુમાર નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટિમ માટે રમશે.
ડાંગ જેવા આદિવાસી વિસ્તારના લોકો એકબાદ એક રમતમાં આગળ આવી રહ્યા છે. ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ કે જે દોડમાં ડાંગનું નામ દેશ વિદેશોમાં રોશન કર્યું છે. તો હવે દેશના લોકોની પ્રિય ગેમ ક્રિકેટમાં પણ ડાંગ જિલ્લાનું નામ રોશન થવા જઈ રહ્યું છે. ડાંગના અંતરિયાળ જુનૈર ગામનો વતની અને હાલ વઘઈ ખાતે રહેતો જીત ગાંગુરડે નાનપણથી ક્રિકેટ રમવાનો શોખીન હતો. જેણે પોતાની ઈચ્છા પોતાના પિતાને વ્યક્ત કરી ત્યારે પહેલાતો પિતાએના પાડી પરંતુ બાદમાં પોતાના પિતાને સમજાવ્યા અને બીલીમોરા ખાતે બરોડા ક્રિકેટ બોર્ડ તરફથી સિલેક્શન રાખ્યું હતું જેમાં ભાગ લઈ સિલેક્ટ થયો હતો.
છોટાઉદેપુર: જિલ્લામાં સામે આવ્યો દિપડાનો આતંક, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
શહેરોમાં રહેતા યુવાનો અને બાળકોની ઈચ્છા હોય છે કે તેઓ દેશની સૌથી લોકપ્રિય રમત માં આગળ આવે અને દેશ માટે રમે પરંતુ ભાગ્યેજ કોઈને આવી તક મળતી હોય છે. જોકે આ સપનું સાકાર થશે ડાંગ જેવા આદિવાસી અને પછાત જિલ્લાના વઘઇ ખાતે રહેતા 19 વર્ષીય જીત કુમારનું, જીત કુમાર બેટ્સ બેટ્સમેન અને બેટ્સ વિકેટ કીપર તરીકે પોતાની રમતને સારી રીતે વિકસાવી રહ્યો છે. જીત ઈંડિનન પ્લેયર્સ લીગ માટે સિલેક્ટ થઈ ગયો છે અને ગોવા ખાતે રમાનાર નેશનલ ટુર્નામેન્ટમાં રાજસ્થાન લાયન ટિમ માટે રમશે. જ્યાં દેશના 10 રાજ્યોની ટીમ ટકરાશે જેમાંથી સારો દેખાવ કરનાર ખેલાડીને નેશનલ ટીમ માટે પસંદ કરવામાં આવશે.
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈના નામે હજારો રૂપિયાની ઠગાઇ, ત્રણની ધરપકડ
જીતના પિતા વીજ કંપનીમાં ક્લાર્ક અને માતા આંગણવાડીમાં કામ કરે છે. ત્યારે પોતાનો પુત્ર આગળ વધે અને ભારત તરફથી મેચ રમી ડાંગનું નામ રોશન કરે તેવી પિતાની ઈચ્છા છે. તો જીતને નેશનલ પ્રીમિયર લીગમાં સ્થાન મેળવી રાજસ્થાન તરફથી રમવાનો મોકો મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
જીત એક એવા જિલ્લામાં રહે છે કે ત્યાંનું જીવન ખુબજ સામાન્ય છે. ત્યારે જીતને પ્રેક્ટિસ કરવા માટે મેદાન પણ નથી. ત્યારે જીત નજીકમાં આવેલ શાળાના મેદાનમાં પ્રેક્ટિસ કરવા માટે જાય છે. ત્યાં જીતની માતા પણ તેને જોવા માટે અચૂક જાય છે. તો પોતાના પુત્રને દેશમાટે રમેએ ટીવીમાં જોવાની એકમાંની ઈચ્છા છે.
જુઓ LIVE TV:
જીત હાલતો આગામી સમયમાં ગોવા ખાતે રમાનાર જુનિયર પ્રીમિયર લીગની પ્રેક્ટિસમાં વ્યસ્ત છે સાથે સાથે તે ભણવામાં પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારે એક આદિવાસી પરિવારનો યુવક આજે નેશનલ ટીમમાં સ્થાન મેળવે એક આદિવાસી સમાજ માટે તેમજ જીતના પરિવાર માટે ગર્વની વાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે