World Cup 2019 NZvsENG: લોર્ડ્સમાં આજે ઐતિહાસિક ફાઇનલ, ક્રિકેટને મળશે નવો વિશ્વ ચેમ્પિયન
ઈંગ્લેન્ડની ટીમ ચોથી વખત તો ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. પરંતુ બંન્ને ટીમ અત્યાર સુધી ક્યારેય વિશ્વ ચેમ્પિયન બની શકી નથી.
Trending Photos
લંડનઃ ક્રિકેટના 'મક્કા' કહેવાતું ઐતિહાસિક લોર્ડ્સ મેદાન વિશ્વ ક્રિકેટને એક નવું ચેમ્પિયન આપવા તૈયાર છે. આ નવું ચેમ્પિયન યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાંથી કોઈ એક હોઈ શકે છે, જે આજે અહીં એક-બીજા વિરુદ્ધ આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલ રમશે.
ઈંગ્લેન્ડની ટીમ 27 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે. આ તેની ચોથી ફાઇનલ છે. તે આ પહેલા ત્રણ વખત ફાઇનલ રમી ચુકી છે, પરંતુ એકવાર ટાઇટલ જીતી શકી નથી.
પરંતુ આ વખતે તેને યજમાન હોવાને નાતે ટાઇટલનું સૌથી મોટુ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ઈંગ્લેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી પરાજય આપીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.
તો ભાગ્યના સહારે સેમિફાઇનલમાં પહોંચેલી ન્યૂઝીલેન્ડની ટીમે ટાઇટલની પ્રબળ દાવેદાર ભારતને રોમાંચક મુકાબલામાં 18 રનથી પરાજય આપીને બીજીવાર ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યું છે. કીવી ટીમે 2015ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઇયોન મોર્ગનની આગેવાની વાળી ઈંગ્લેન્ડે લીગ સ્ટેજમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ સંપૂર્ણ પણે બદલી ગઈ છે. ઈંગ્લેન્ડે પ્રથમ ત્રણ બેટ્સમેન અત્યાર સુધી મેચ વિજેતા સાબિત થઈ રહ્યાં છે અને આ ત્રણેયે ટીમ માટે અત્યાર સુધી 1471 રન બનાવ્યા છે.
આ સિવાય અનુભવી બેટ્સમેન જો રૂટ પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, જેના નામે આ વિશ્વકપમાં અત્યાર સુધી 549 રન છે. વનડેમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રૂટના નામે 925 રન છે જે ઈંગ્લેન્ડ માટે રેકોર્ડ છે.
બોલિંગમાં ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ અને જોફ્રા આર્ચરની આગેવાનીમાં બોલરોએ ધારદાર બોલિંગ કરીને વિરોધીઓ પર સતત દબાવ બનાવ્યો છે.
યજમાન હોવાને નાતે ઈંગ્લેન્ડને તેની સ્થાનિત પરિસ્થિતિનો ફાયદો મળી શકે છે પરંતુ કીવી ટીમના કોચ ગૈરી સ્ટીડ આ પહેલા કહી ચુક્યા છે કે તેની ટીમ અન્ડર ડોગ હોઈ શકે છે.
ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને સાબિત કરી દીધું કે અનિશ્ચિતતાની આ રમતમાં કંઇ નક્કી નથી. પરંતુ ટીમની ઓપનિંગ જોડી સતત નિષ્ફળ જવાને કારણે કેપ્ટન કેન વિલિયમસન અને રોસ ટેલરના ખભા પર રન બનાવવાની વધારે જવાબદારી આવી ગઈ છે.
વિલિયમસને નવ મેચમાં અત્યાર સુધી 548 રન બનાવ્યા છે જ્યારે ટેલરના ખાતામાં આટલી મેચોમાં 335 રન છે.
છેલ્લા વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનમાર્ટિન ગુપ્ટિલે આ વખતે નિરાશ કર્યાં છે. ગુપ્ટિલ હવે પોતાના ખરાબ ફોર્મને ભુલાવીને ફાઇનલમાં યાદગાર ઈનિંગ રમવા ઈચ્છશે જેથી પોતાની ટીમનું પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બનવાનું સપનું પૂરી કરી શકે.
બોલિંગમાં લોકી ફર્ગ્યુસન (18 વિકેટ) અને મેટ હેનરી (13 વિકેટ)ની ધારદાર બોલિંગ સિવાય ટ્રેન્ટ બોલ્ટ (17) વિકેટના અનુશાસનને કારણે ન્યૂઝીલેન્ડે સતત વિરોધી ટીમની બેટિંગને ધ્વસ્ત કરીને મેચનું પરિણામ પોતાની તરફી કર્યું છે.
પરંતુ હાલનું ફોર્મ, અને લીગ સ્ટેજના પ્રદર્શન અને ઘરેલૂ મેદાન હોવાને કારણે ઈંગ્લેન્ડનો પક્ષ થોડો ભારે લાગે છે પરંતુ એક ટીમ તરીકે ન્યૂઝીલેન્ડને મોટા મુકાબલામાં હળવાશથી લઈ શકાય નહીં અને આ કારણ છે કે યજમાન ઈંગ્લેન્ડે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને મોટી ટક્કર મળવાની આશા છે.
ટીમ સંભવિત
ઈંગ્લેન્ડઃ જોની બેયરસ્ટો, જેસન રોય, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, માર્ક વુડ.
ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ, જિમી નીશામ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે