ક્યાંક મતદારોએ ખાલી ડોલ, તપેલા, દેગડા સાથે કર્યો ચૂંટણીનો બહિષ્કાર, તો ક્યાંક ઢોલ નગારા વગાડી રેલી કાઢી

Gujarat Elections 2022:  પાર્ટીનો પાર્ટીનો ધારાસભ્યનો ઉમેદવાર સામોટ ગામને જમીન બાબતે ન્યાય અપાવવાનું કામ કરશે એમને જ વોટિંગ આપીશું એવું તમામ ગામના લોકોએ ઉમેદવારોને રોકડું પરખાવી દીધું છે. 

ક્યાંક મતદારોએ ખાલી ડોલ, તપેલા, દેગડા સાથે કર્યો ચૂંટણીનો બહિષ્કાર, તો ક્યાંક ઢોલ નગારા વગાડી રેલી કાઢી

Gujarat Elections 2022: વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે મતદારો પણ જાગૃત બની જતા હોય છે. પોતાના ગામના વિકાસના પ્રશ્નો 5 વર્ષ સુધી કોઈ ઉકેલતું નથી. જયારે ચૂંટણી આવે છે ત્યારે ઠાલાં વચનો આપીને ફરી જતા ઉમેદવારો મત લેવા આવે ત્યારે હવે મતદારો પણ ઉમેદવારો અને મતદારોને રોકડું ફરકાવી રહ્યા છે. જેમાં ડેડીયાપાડા વિધાનસભાની બેઠક માટે ડેડીયાપાડા તાલુકાના સમોટ ગામના ગ્રામજનોએ પોતાના ગામનો પ્રશ્ન નહીં ઉકેલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતાં ઉમેદવારોમાં ફફડાટ ફેલાયો છે.

આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સામોટ ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સામોટ ગામના તમામ આગેવાનોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. માત્ર વિધાનસભા જ નહીં પણ આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધેલ છે.જે અનુંસંધાને ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો, બેનરો, ઢોલ નગારા વગાડી ગામમાં વિશાળ વિરોધ રેલી નીકળી હતી. ઢોલ વગાડી ઉમેદવારોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

તો બીજી તરફ મહુવા તાલુકાના ડુંગરી ગામે મતદારોએ પીવાના પાણીની સમસ્યાના પગલે મતદાનથી અળગા રહી ખાલી ડોલ, તપેલા, દેગડા વડે મતદાનનો બહિષ્કાર કર્યો છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહી આવતાં મતદારો વોટીંગ ન કરી મતદાનનો બહિષ્કાર કર્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક નેતાઓની હુસાતુસીમાં જનતા તેનો ભોગ બની રહી છે. ડુંગરી ગામના ટેકરા ફળિયાના 100 વધુ લોકો મતદાન કર્યું ન હતું. 

ગ્રામજનોના જણાવ્યા અનુસાર સામોટ ગામના હાઉસિંગની જમીન જે લોકો 50 વર્ષથી ખેડાણ કરે છે. જે આદિવાસી પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે. અતિ પછાત ગામડાઓના આદિવાસી લોકોની જે જમીન હતી એ જમીન હાઉસિંગ વાળાએ કબજો કરી પચાવી પાડી છે. ત્યારે જે પાર્ટીનો પાર્ટીનો ધારાસભ્યનો ઉમેદવાર સામોટ ગામને જમીન બાબતે ન્યાય અપાવવાનું કામ કરશે એમને જ વોટિંગ આપીશું એવું તમામ ગામના લોકોએ ઉમેદવારોને રોકડું પરખાવી દીધું છે. 

ગ્રામજનોની જે માંગ જે ઉમેદવાર પૂરી કરવાની ખાત્રી આપશે તેને જ મત આપીશું એમ જણાવ્યું છે. રોષે ભરાયેલ ગ્રામજનોએ જણાવ્યું છે કે આદિવાસીને જમીન જે પૂર્વજો અભણ હતા એ વખતે હાઉસિંગ વાળાએ બીજાને પૂછ્યા વગર સહી કરી આપી દીધેલ હતી. આજદિન સુધી સામોટ ગામના લોકોની માંગ પૂરી થઈ નથી. આમ જે આદિવાસીની જમીન અપાવે એવી માંગ સામોટ ગામના ગ્રામજનો કરી રહ્યા છે. હવે ઉમેદવારો કેવી રીતે ગામનો પ્રશ્ન ઉકેલશે એ હવે જોવું રહ્યું.

ડાંગના બિલમાળ ગામે આદિવાસી એકતાના નારા સાથે રોડ રસ્તા, પાણી સહીત અનેક માંગોને લઈને પોતાના હક માટે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો.  તંત્ર દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરતું ગ્રામજનોની માંગ ન સંતોષાતા આજે ચુંટણી બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોની એક જ માંગ જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી મતદાન નહીં. ડાંગ જિલ્લામાં વિધાનસભાની ચુંટણી બહિષ્કારને લઈને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. ગામમાં માળખાકિય સુવિધાઓ ન હોવાથી લગ્ન માટે છોકરાઓને છોકરીઓ પણ ન આપતા હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. આવનાર સમયમાં બિલમાળ ગામમાં રસ્તા રોકી અધિકારી અને નેતાઓ માટે ગામમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવાની ચીમકી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news