રંગીલા રાજકોટમાં ડબર મર્ડર; કારખાનેદારે કરી મજુરની હત્યા, ચાંદીની ચોરીના બદલે મળ્યું મોત

ભાવનગર રોડ પર આવેલા એક કારખાનામાં કામ કરતા મજૂરી ચાંદીની ચોરી કરતા કારખાનાના માલીક અને તેના મળતિયાઓ દ્રારા ઢોર માર મારીને હત્યા નીપજાવી દીધી હતી. હાલમાં પોલીસે કારખાનાના માલિક અને તેના મળતિયાઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી.

રંગીલા રાજકોટમાં ડબર મર્ડર; કારખાનેદારે કરી મજુરની હત્યા, ચાંદીની ચોરીના બદલે મળ્યું મોત

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર રોડ પર આવેલા એક કારખાનામાં કામ કરતા મજૂરી ચાંદીની ચોરી કરતા કારખાનાના માલીક અને તેના મળતિયાઓ દ્રારા ઢોર માર મારીને હત્યા નીપજાવી દીધી હતી. હાલમાં પોલીસે કારખાનાના માલિક અને તેના મળતિયાઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે. 

રાજકોટના ભાવનગર રોડ પર આવેલા એમ.બી.એસ નામના કારખાનામાં આજે સવારે ચહલ પહલ જોવા મળી.ઉપરના માળે ઓરડીમાં બે લાશ પડેલી છે તેવી પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા.ડીસીપી એસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું મરણજનારનું નામ રાહુલ જે આ જ કારખાનામાં મજુરી કામ કરતો હતો જ્યારે અન્ય મરણજનારનું નામ મીનુ છે.પોલીસના કહેવા પ્રમાણે આ બંન્નેની હત્યા કારખાનાના માલિક સાગર સાવલિયા અને તેના મળતિયાઓ દ્રારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે,પોલીસના કહેવા પ્રમાણે કારખાનેદારના કહેવા પ્રમાણે ચાંદીની ચોરી કરવાનો આરોપ હતો જેનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હતી. 

કઇ રીતે કરાઇ હત્યા
પોલીસના કહેવા પ્રમાણે એલ.બી.એસ નામના કારખાનામાં ઇમિટેશન અને ચાંદીનું કામ કરવામાં આવી રહ્યું છે.કારખાનામાં છેલ્લા થોડા દિવસથી ચાંદીનો જથ્થો ક્રમશ સ્ટોકમાં ઘટાડો જોવા મળતો હતો.જેમાં 3 કિલો જેટલી ચાંદીની ઘટ આવી,કારખાનેદારની તપાસમાં રાહુલ નામના કારીગરને 100 ગ્રામ ચાંદીના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેથી 12 તારીખે રાત્રીના રાહુલ અને તે જેને ચાંદી વહેચતો હતો તે મીનુ નામના શખ્સને કારખાને બોલાવીને કારખાનાના માલિક સાગર સાવલિયા, મેનેજર વિપુલ ઉર્ફે પીન્ટુ મોલીયા, મજૂર કોન્ટ્રાક્ટર તન્મય અને પ્રદિપ તથા સિક્યુરિટી કોન્ટ્રાક્ટર પુષ્પેન્દ્ર મળીને લાકડા અને પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેને રૂમમાં બંધ કરીને નીકળી ગયા હતા સવારે જ્યારે જોયું તો બંન્નેના મૃતદેહ પડેલા જોવા મળ્યા હતા. પોલીસે આ તમામ શખ્સોની અટકાયત કરીને તેની પુછપરછ શરૂ કરી છે.

હાલમાં પોલીસે આ શખ્સો ઉપરાંત સિક્યુરીટી તરીકે કામ કરતા અન્ય ચાર થી પાંચ શખ્સોની પણ પુછપરછ શરૂ કરી છે. હાલમાં મજૂરો દ્રારા ચોરીને અંજામ આપ્યો. જેથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે ત્યારે હવે પોલીસ ડબલ મર્ડરની આ વારદાતમાં કોની શું ભુમિકા હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે અને હત્યાનો ગુનો નોંધીને આ તમામ શખ્સોની સત્તાવાર ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news