ડભોઈની સૌથી જૂની બેંકના કર્મચારીઓએ જ બેંકનું કરી નાંખ્યું, નવા મેનેજરે કરોડોના વહેવારનો ખેલ ખુલ્લો પાડ્યો

Banking Fraud : ડભોઈની સૌથી જૂની મહાલક્ષ્મી બેંકના કર્મચારીઓએ જ બેંકમાં કરોડોના વહેવાર કર્યા, ખોટી સહી અને અનઓપરેટ બે ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરી ઉચાપત કરી
 

ડભોઈની સૌથી જૂની બેંકના કર્મચારીઓએ જ બેંકનું કરી નાંખ્યું, નવા મેનેજરે કરોડોના વહેવારનો ખેલ ખુલ્લો પાડ્યો

Dabhoi News ચિરાગ જોશી/ડભોઈ : ડભોઇ નગરના નાક સમી સૌથી જૂની મહાલક્ષ્મી મર્કેન્ટાઇન ઓપરેટિવ બેંક દિવસે દિવસે વિવાદોમાં આવી રહી છે, તેવામાં વધુ એક બેંકના હોદેદારોનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં બેંકના મેનેજર દ્વારા પૂર્વ મેનેજર સહિત ત્રણના લોકો સામે 3.15 કરોડ રૂપિયાની ગેરરીતે કર્યા હોવાના આક્ષેપ સાથે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોધાવતા ચકચાર મચી જવા પામી છે.

વડોદરા જિલ્લામાં પ્રસ્થાપિત મહાલક્ષ્મી બેંકના વહીવટ સામે અનેક ગેરરીતિ સામે આવી છે તેવામાં વધુ એક વિવાદ સામે આવતા અનેક બેંકના ખાતેદારોના જીવ તાળવે ચોંટ્યા છે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ગઈકાલે ડભોઇ પોલીસ સ્ટેશનમાં મહાલક્ષ્મી બેંકના હાલના મેનેજરે ફરિયાદ નોંધાવી છે, જેમાં 3.15 કરોડ રૂપિયા પૂર્વ મેનેજર સુરેશ પટેલ સહિત ત્રણ લોકો દ્વારા ખોટી સહી અને અનઓપરેટ બે ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરી ઉચાપત કર્યાના આક્ષેપ સાથે બેંક મેનેજર અરુણ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

કૌભાંડની જાણ કેવી રીતે થઈ
તાજેતરમાં જ નવા બનેલા બેંક મેનેજર અરુણ પટેલ દ્વારા ચાર્જ સંભાળ્યો હતો. ત્યારથી જ તેઓ આ બાબતની તપાસ કરતા જે દરમિયાન અનેક ભૂલો બહાર આવી હતી. જેમાં આ ત્રણેય આરોપીઓ દ્વારા સ્વામી દેવ સ્વરૂપદાસ ગુરુ કૃષ્ણા પ્રસાદ અને સંત પ્રિયા દાસ કૃષ્ણપ્રસાદ નીલકંઠધામ ડભોઇના ખાતામાં અપૂરતું બેલેન્સ હોવા છતાં અને બંને ઈસમોને ચેક આપ્યા હતા. જેથી બેંકમાં ફરજ બજાવતા જનરલ મેનેજર સુરેશ છોટાભાઈ પટેલને તાત્કાલિક છુટા કરી દેવામાં આવ્યા હતા. તેમજ આસિસ્ટન્ટ મેનેજર યતિનભાઈ મહેન્દ્ર પ્રસાદ જોશી અને ઉમેશ શાંતિલાલ કંસારાએ ખોટી સહી કરી ચેક ઉપર પાસીંગ અને પોસ્ટિંગ કરી બેંકના રિઝર્વ ફંડના નાણાં ઉપરોક્ત ખાતાધારકોના નામથી ઉચાપત કરી બેંકના આર્થિક દેવામાં ડુબાડી ગુનો કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

બેન્કનો અન્ય વિવાદ
તાજેતરમાં જ ચેરીટી કમિશનર દ્વારા બેંકનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પણ અનેક ભૂલો બહાર આવી હતી. જેના કારણે છ મહિના સુધી બેંકે આપેલા ધિરાણોની રિકવરી અને અન્ય ધિરાણો ન આપવા માટે પણ સુચના આપવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર બાબતોમાં બેંકના સત્તાધીશોને કોઈ ફરક પડ્યો ન હતો. પરંતુ બેંકના ખાતેદારોને સીધી અસર થઈ છે તેવામાં આ એક વધુ વિવાદ સામે આવતા અનેક બેંકના ખાતેદારો હાલ મુશ્કેલીમાં મુકાયા છે.

પોલીસે શરૂ કરી તપાસ
ફરિયાદ મળતાની સાથે જ પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સાથે જ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેઓ વિદેશ જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે, સાથે સાથે અન્ય આરોપી યતીન જોશી માંદગીના કારણે  હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અન્ય ઉમેશ કંસારાની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. 

પોલીસ દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટરોના નામની યાદી પણ મંગાવવામાં આવી છે. કારણ કે સમગ્ર કેસમાં કેટલાક બોર્ડ ઓફ ડિરેક્ટરોની પણ છુપી રાહે આરોપી ઓને મદદ કરી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જેના કારણે પોલીસે હાલ ipc 406, 420, 467, 468, 471, 408, 120 અને B24 ના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news