ગુજરાતમાં JAMTARA! Cyber Fraud કરતા ગઠિયાઓએ ગૃહ રાજ્યમંત્રીને પણ લીધાં લપેટમાં
ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ સાઈબર ક્રાઈમમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે! સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતમાં થઈ રહી છે કરોડો રૂપિયાની છેતરપિંડી. સરકાર અને સરકારના અધિકારીઓ પણ નથી સુરક્ષિત...
Trending Photos
ગુજરાતમાં JAMTARA!: થોડા જ સમય પહેલાં ઓટીટી પ્લેટફોર્મ પર જામતારા કરીને એક વેબસિરિઝ આવી હતી. જેમાં ટેલિફોન કરીને અને સોશિયલ મીડિયા થકી લોકો સાથે છેતરપિંડ કઈ રીતે થાય છે તે દર્શાવાયું હતું. જેમાં જામતારા વિસ્તારના લોકોની વાત કરવામાં આવી હતી. જોકે, સાઈબરના ટગોએ હવે ગુજરાતને જ જામતારા બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે, ગુજરાતમાં સતત વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ. બદલાતા સમયની સાથે હવે ગુનાખોરીનું સ્તર પણ બદલાયું છે. હવે ગુનેગારો પણ ડિજિટલ બની ગયા છે. સરકાર અને સરકારના મંત્રી-તંત્રીઓ પણ બની રહ્યાં છે સાઈબર ગઠિયાઓના સોફ્ટ ટાર્ગેટ.
હવે ગુનેગારો પણ હાઈટેક બની ગયા છે. ગુનેગારો ધારે એ વ્યક્તિના નામે છેતરપિંડી કરી શકે છે. આ અમે નથી કહી રહ્યાં પણ સરકારી આંકડાઓ જ આ હકીકત બયાન કરે છે. કારણકે, સાઈબર ક્રાઈમમાં ગુજરાત હવે દેશભરમાં ત્રીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સૌથી વધુ સાઈબર ક્રાઈમના કેસ બને છે. ખુદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીના નામે પણ સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બની જતું હોય તો સામાન્ય માણસની તો વાત જ ક્યાં રહી...
વિકસતા ગુજરાતમાં એક વર્ષમાં રોકેટ ગતિએ થયો સાઈબર ફ્રોડ કેસનો વિકાસઃ
છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં સાઈબર ફ્રોડના 1 લાખ 21 હજાર કરતા વધારે કેસો પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. આ કેસોમાંથી સાઈબર ગઠિયાઓએ ગુજરાતીઓ પાસેથી 650 કરોડ કરતા વધુ રકમ પડાવી લીધી છે. સાઈબર ગઠિયાઓ એટલા ચાલક છે અને ટેકનોસેવી છેકે, તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ ફેસબુક પર ફેક અકાઉન્ટ બનાવી દીધું. અને તેમના નામે ખોટા મેસેજ વાયરલ કરવાનો પ્રયાસ કર્યો. પોતે હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા પર આ અંગેની ચેતવણી મુકીને તેમના નામે ક્રિએટ થયેલાં ફેક અકાઉન્ટથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી. સાથે જ આવા ફેક અકાઉન્ટ ધારક સાથે કોઈપણ પ્રકારની વાતચીત કે વ્યવહાર ન કરવા પણ તેમણે અપીલ હતી.
સાઈબર ગુનામાં સતત વધારો, ગુજરાત દેશમાં ત્રીજા નંબરેઃ
ગુજરાતમાં સાઈબર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના ગૃહમંત્રી પણ આમાંથી બાકાત રહી શક્યા નથી. સોશિયલ મીડિયા પર કરામત કરીને સાઈબર ગઠિયાઓએ ગુજરાતના ગૃહમંત્રીનું પણ નકલી એકાઉન્ટ બનાવી દીધું. સુરતના કમિશનરનું પણ નકલી એકાઉન્ટ બનાવવમાં આવ્યું. ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ૧,૨૧,૭૦૧ જેટલી સાઈબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે અને ૬૫૦ કરોડ લૂંટાયા છે. ત્યારે ગુજરાતમાં સાઈબર સુરક્ષાને લઈને ભાજપ સરકાર સામે સવાલ ઉઠી રહ્યાં છે. ઓનલાઈન સર્કિંગ, સોશિયલ મીડિયા, ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુનાઓ ગુજરાતમાં સતત વધી રહ્યાં છે.
કયા રાજ્યમાં કેટલાંની સાઈબર છેતરપિંડી થઈ?
રાજ્ય સાઈબર ફ્રોડ કેસ રકમ
ઉત્તરપ્રદેશ ૧,૯૭,૫૪૭ ૭૨૧.૦૭ કરોડ
મહારાષ્ટ્ર ૧,૨૫,૧૫૩ ૯૯૦.૬૯ કરોડ
ગુજરાત ૧,૨૧,૭૦૧ ૬૫૦ કરોડ
વર્ષ ૨૦૨૩માં જ ગુજરાતમાં ૧,૨૧,૭૦૧ જેટલી સાઈબર ફોડની ફરિયાદ થઈ અને સાઈબર છેતરપિંડીમાં ગુજરાતીઓના રૂપિયા ૬૫૦ કરોડ લૂંટાયા છે. સરેરાશ દર કલાકે ૧૩થી વધુ અને એક દિવસમાં સરેરાશ ૩૩૩થી વધુ સાઈબર છેતરપિંડીના ગુનાઓ ગુજરાતમાં બની રહ્યા છે. વર્ષ ૨૦૨૩માં દેશમાં ૧૧.૨૮,૨૬૫ સાઈબર કોડની હરિયાદ નોંધાઈ છે. જેમાં ઉત્તરપ્રદેશ ૧.૯૭,૫૪૭ સાથે પ્રથમ, મહારાષ્ટ્રમાં ૧,૨૫,૧૫૩ સાથે બીજા અને ગુજરાત ૧.૨૧,૭૦૧ કરિયાદ સાથે ત્રીજા ક્રમાંકે છે.
ગુજરાતમાં કઈ-કઈ બાબતોમાં વધ્યાં સાઈબર ફ્રોડ કેસ?
મહિલા જાતીય સતામણી, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપિંડી, ઓનલાઈન ફોડ. આર્થિક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે. ગુજરાતમાં સાઈબર ગુનાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર ૧૪ જેટલા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. આ તરફ વિપલ કોંગ્રેસે માગણી કરી છે કે, ગુજરાતમાં વધી રહેલા સાઈબર કોડને રોકવા ભાજપ સરકાર કડક પગલા ભરે
સરકાર અને સરકારના અધિકારો બન્યા સોફ્ટ ટાર્ગેટઃ
ગુજરાતમાં સાઈબર ક્રાઈમના ગુના એ હદે વધ્યા છેકે, ગઠિયાઓ દ્વારા સીધો સરકાર પર ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારના મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ આવા સાઈબર ગઠિયાઓના સોફ્ટ ટાર્ગેટ પર છે. અગાઉ ગુજરાતના IPS અધિકારી હરસમુખ પટેલ, સરકારના પૂર્વ મંત્રી પુર્ણેશ મોદીના સોશિયલ મીડિયા અકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા. આ વખતે વારો ગુજરાતના ગૃહરાજ્યમંત્રીનો આવ્યો છે. સવાલ એ થાય છેકે, જો સરકારના દિગ્ગજ મંત્રીઓ, સરકારના ઉચ્ચ પોલીસ અને આઈએસએસ અધિકારીઓ જ જો સુરક્ષિત ના હોય તો સામાન્ય માણસનું શું થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે