દિયરે ભાભીને ઈન્સ્ટાગ્રામ પર મોકલ્યા બિભત્સ ફોટો, બાદમાં ભાભીએ લીધું શાણપણભર્યું પગલું

લબરમૂછિયાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામને જાણે લોકોને બદનામ કરવાનું શસ્ત્ર બનાવી દીધું છે. ત્યારે સુરત પોલીસે આવા કિસ્સામાં એક કોલેજિયન યુવાનની ધરપકડ પોલીસે કરી હતી. એક કોલેજિયન યુવાને તેની ભાભીને બદનામ કરી હતી. ભાભી મોટાભાઈને છૂટાછેડા આપવા માંગતી હતી.
દિયરે ભાભીને ઈન્સ્ટાગ્રામ પર મોકલ્યા બિભત્સ ફોટો, બાદમાં ભાભીએ લીધું શાણપણભર્યું પગલું

ચેતન પટેલ/સુરત :લબરમૂછિયાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામને જાણે લોકોને બદનામ કરવાનું શસ્ત્ર બનાવી દીધું છે. ત્યારે સુરત પોલીસે આવા કિસ્સામાં એક કોલેજિયન યુવાનની ધરપકડ પોલીસે કરી હતી. એક કોલેજિયન યુવાને તેની ભાભીને બદનામ કરી હતી. ભાભી મોટાભાઈને છૂટાછેડા આપવા માંગતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક પરિણીતા તેના પતિને છૂટાછેડા આપવા માંગતી હતી. જે વાતની જાણ દિયર મિનેશને થઈ હતી. મિનેશ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ભાભીની વાત જાણી ગયેલ દિયરે ભાભીને બદનામ કરવાનું નક્કી કર્યું. પોતાના મોટાભાઈને છૂટાછેડા આપવા માંગતી ભાભીને બદનામ કરવા માટે તેણે ષડ્યંત્ર રચી કાઢ્યું હતું. મિનેશે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જેના બાદ તે તેની ભાભીના બિભત્સ ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકવા લાગ્યો. તેણે આ બિભત્સ ફોટોગ્રાફ ભાભીને મોકલ્યા હતા અને તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. 

surat_cyber_crime_zee.jpg

આ અંગે તેની ભાભી એલર્ટ થઈ હતી.  પરિણીતાએ સુરત સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં ષડ્યંત્ર ખુદ તેના દિયરે રચ્યું હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ દિયરે કબૂલ્યું કે, તે ભાભીને હેરાન કરવા માંગતો હતો તેથી તેણે આવું કર્યું હતું. આ જાણીને પરિણીતા હેબતાઈ ગઈ હતી. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મિનેશની ધરપકડ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news