અબોલ સાથે અમાનવીય કૃત્ય : રાજકોટમાં ગાયને હથિયાર મારી લોહીલુહાણ કરાઈ, દર્દથી કણસતું રહ્યું જીવ

શહેરના ભગવતીપરાના પૂલ નીચે રાત્રે અથવા વહેલી સવારે ત્રણ જેટલી ગાયો સાથે કોઈ અજાણ્યા નિર્દયી શખ્સોએ ક્રૂરતા આચરી કોઈ ધારદાર હથિયારના ઘા ઝીંકી ગાયોને લોહીલુહાણ કરી દેતાં જીવદયા પ્રેમીઓ અને વિસ્તારના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બી ડિવિઝન પોલીસને જાણ થતાં પીસીઆર ઇન્ચાર્જ હરપાલસિંહ વાઘેલા, વનરાજસિંહ જાડેજા સહિતે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારે સમગ્ર મામલે એનિમલ હેલ્પલાઇનની ટીમે પણ બોલાવી સારવાર ચાલુ કરી હતી. 
અબોલ સાથે અમાનવીય કૃત્ય : રાજકોટમાં ગાયને હથિયાર મારી લોહીલુહાણ કરાઈ, દર્દથી કણસતું રહ્યું જીવ

નવનીત લશ્કરી/રાજકોટ :શહેરના ભગવતીપરાના પૂલ નીચે રાત્રે અથવા વહેલી સવારે ત્રણ જેટલી ગાયો સાથે કોઈ અજાણ્યા નિર્દયી શખ્સોએ ક્રૂરતા આચરી કોઈ ધારદાર હથિયારના ઘા ઝીંકી ગાયોને લોહીલુહાણ કરી દેતાં જીવદયા પ્રેમીઓ અને વિસ્તારના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બી ડિવિઝન પોલીસને જાણ થતાં પીસીઆર ઇન્ચાર્જ હરપાલસિંહ વાઘેલા, વનરાજસિંહ જાડેજા સહિતે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારે સમગ્ર મામલે એનિમલ હેલ્પલાઇનની ટીમે પણ બોલાવી સારવાર ચાલુ કરી હતી. 

અબોલ પશુઓ પર અમાનવીય કૃત્યો કરવાની ઘટના સતત વધી રહી છે. લોકો હવે પ્રાણીઓ સાથે નિર્દયતા આચરતા અટકતા નથી. ત્યારે રાજકોટમાં અજાણ્યા શખ્સોએ ગાય પર ધારદાર હથિયારોના ઘા ઝીંકીને તેને લોહીલુહાણ કરી દીધી હતી. ઘટના સ્થળે હાજર વ્યક્તિના કહેવા મુજબ, રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. સવારે લોકોને જાણ થઈ હતી. ગાયો પર કોણે અને શા માટે હુમલો કર્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. 

No description available.

આ ઘટનાને જોનારા લોકોએ કહ્યું કે, મોડી રાત્રે ત્રણ જેટલા શખ્સો ગાય પર ધારદાર હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આ ઘટના બાદ ગાય દર્દથી કણસતી રહી હતી. સવારે લોકોની નજર ગાય પર પડતા તેમણે પશુ ડોક્ટરને બોલાવ્યા હતા, અને ગાયની સારવાર કરવામાં આવી હતી. આ બાદ જીવદયા પ્રેમીઓએ આ ઘટના પર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે બી ડિવિઝન પોલીસને આ વિશે જાણ કરી હતી. જેથી પોલીસ પણ હવે ગાયના આ હુમલાખોરોને શોધવા તત્પર બની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news