અહીં કોને પડી છે કોરોનાની...? સોમનાથ ત્રિવેણી સંગમના દ્રશ્યોમાં બધુ જ ભૂલાયું

લોકો કોરોનાને ભૂલી શ્રાવણી અમાસની ઉજવણીમાં મશગૂલ થયા હતા. તેથી જ ત્રિવેણી સંગમ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા

અહીં કોને પડી છે કોરોનાની...? સોમનાથ ત્રિવેણી સંગમના દ્રશ્યોમાં બધુ જ ભૂલાયું

હેમલ ભટ્ટ/સોમનાથ :ગીર સોમનાથ (somnath temple) શ્રાવણના અંતિમ દિવસ એવા અમાસના પવીત્ર ત્રિવેણી સંગમ ખાતે ભાવિક ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. ત્રિવેણી સંગમ ખાતે ભવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) ના ધજાગરા ઉડ્યા છે. આજે શ્રાવણી અમાસના દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ હોય છે. 

આત્મહત્યાનો હચમચાવી દે તેવો કિસ્સો, 3 વર્ષની દીકરીને પાંચમા માળથી ફેંક્યા બાદ માતાએ છલાંગ લગાવી 

સોમનાથના સ્થાનિક તીર્થ પુરોહિત કાનન પ્રચ્છક જણાવે છે કે, જગતની પાલનકર્તા ઉર્જાનો ઉદભવ પ્રભાસક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરુપમાં થયો. અરબી સમુદ્રના કિનારે બીરાજમાન સોમનાથ મહાદેવ વિશ્વનુ પ્રથમ જ્યોતિર્લંગ છે. આવી જ રીતે આ પવિત્ર ધરતીમાં કૃષ્ણ ભગવાને 56 કોટિ યાદવોનો ઉદ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગ ના કિનારે શ્રાદ્ધકર્મ કર્યુ હતુ. કૃષ્ણ ભગવાને પણ પોતાનો દેહોત્સર્ગ આ જ કિનારે કર્યો હતો. જેથી શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાયુ છે. અહી સોમવતી અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય છે તેવુ શાસ્ત્રોમાં લખાયેલું છે. આ પવિત્ર ભૂમૂમાં પ્રસ્થાપિત આધ્યાત્મિક ચેતનાના મહાસાગરમાં સ્નાન કરી ભાવિકભક્તો પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. આજ મોક્ષદાયીની અમાસના દિવસે પોતાના પિતૃઓને યાદ કરી પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી યથાયોગ્ય દાન પુન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

રિયા ચક્રવર્તીના ફિલ્મી કરિયરનું 'THE END', નિર્દેશકોએ લેવાની ચોખ્ખી ના પાડી દીધી...

આજરોજ શ્રાવણી અમાસના દિવસે ત્રિવેણી સંગમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો સ્નાન કરી પીપળાના વૃક્ષને પાણી ચઢાવે છે. પરંતુ હાલ કોરોના મહામારી ચાલી રહી છે. આવામાં લોકોમાં જાણે કોરોનાના ડર રહ્યો જ ન હોય તેવું લાગે છે. લોકો કોરોનાને ભૂલી શ્રાવણી અમાસની ઉજવણીમાં મશગૂલ થયા હતા. તેથી જ ત્રિવેણી સંગમ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news