ઉમેદવારના ખરીદ-વેચાણ મુદ્દે સીઆર પાટીલનો મોટો ખુલાસો, કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઈને નહિ લેવાય

કરજણ બેઠક પર પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. કરજણનાં કંડારી ખાતે ભાજપ સંગઠનની બેઠકમાં સીઆર પાટીલ પક્ષમાં ઉમેદવારોનાં ખરીદ વેચાણ મુદ્દે બોલ્યાં હતા

ઉમેદવારના ખરીદ-વેચાણ મુદ્દે સીઆર પાટીલનો મોટો ખુલાસો, કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઈને નહિ લેવાય

રવિ અગ્રવાલ/વડોદરા :હાલ પેટાચૂંટણી (byelection) ની 8 બેઠકો માટે રંગેચંગે પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપ તમામ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ (cr patil) કરજણના કંડારી પહોંચ્યા છે. તેઓએ કંડારીના ભાજપના હોદ્દેદારો અને સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે અને પેટાચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરશે. ત્યારે પ્રદેશ પ્રમુખે મહિલા મોરચાને ખાસ સૂચના આપી છે કે, મહિલાઓ ઘર ઘર સુધી પહોંચે અને પેટાચૂંટણીમાં પ્રચાર કરે. 

મહિલા કાર્યકર્તાઓને પ્રદેશ પ્રમુખે આપી સૂચના 
કંડારીના ગુરુકુળમાં સીઆર પાટીલે બેઠક યોજી હતી. સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો સાથે તેઓએ અહી બેઠક કરી હતી. તેમજ મધ્ય ગુજરાતના ભાજપના ધારાસભ્યો, સાંસદ અને મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેઓ વિધાનસભાની પેટાચૂંટણીને અહી બેક ટુ બેક બેઠક યોજવાના છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મહિલા મોરચાને ખાસ સૂચના આપી કે, 8 વિધાનસભા પેટાચૂંટણીમા મહિલા મોરચાની બહેનો ઘર ઘર સુધી પહોંચે. એક પણ ઘર સંપર્ક વગરનું ના રહે. દરેક ઘરના સંપર્ક નંબરની યાદી તૈયાર કરવા મહિલાઓને સૂચના અપાઈ છે. તેઓએ કહ્યું કે, માસ્ક પહેરીને બહેનો પેટાચૂંટણીના પ્રચાર માટે તૈયાર થઈ જાય. 

સંગઠન અને સરકાર વચ્ચે કોઈ મતભેદ નથી - પાટીલ 
કરજણ બેઠક પર પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. કરજણનાં કંડારી ખાતે ભાજપ સંગઠનની બેઠકમાં સીઆર પાટીલ પક્ષમાં ઉમેદવારોનાં ખરીદ વેચાણ મુદ્દે બોલ્યાં હતા. તેઓએ કહ્યું કે, ભાજપમાં કોઇ ખરીદ વેચાણ થતું નથી. પરેશ ધાનાણીને ટ્વીટ કરવા સિવાય બીજો કોઇ ધંધો નથી. કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઇને નહિ લેવાય. સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news