દે દામોદર દાળમાં પાણી: કોર્પોરેશનનાં રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરો મોજ કરો
Trending Photos
અમદાવાદ : શહેરના સામાન્ય વરસાદ પડે અને રોડ રસ્તા ધોવાણ થાય. ત્યાર બાદ રોડ રસ્તા રિપેરીગ પાછળ કરોડો રૂપિયા ખર્ચે થાય. રોડ રસ્તા રિસરફેશ માટે કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પડાય. તેમાં પણ અધિકારીઓના અંદાજ કરતા ૨૦ ટકા ઉચા ભાવ આપી કામ મંજૂર થાય. એએસમી શાસકો અને અધિકારી મિલીભગતથી પ્રજાના ટેક્ષ રૂપિયાનો ભ્રષ્ટાચારના થાય.
અમદાવાદ શહેરમાં રોડ રસ્તાઓના રિપેરિંગ પાછળ અધધ કરોડો રૂપિયા ખર્ચે થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હવે રોડ કોન્ટ્રાકટરો માટે કમાણીનું સાધન બની ગયું છે. કોર્પોરેશનના ઈજનેર ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના શાસક પક્ષના નેતાઓને મિલીભગતથી અંદાજીત ભાવ કરતા પણ વધુ ભાવ મૂકે અને કામ કમિટીમાં મંજૂર થાય છે.
અમદાવાદ મહાનગર પાલિકા કોર્પોરેશન રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં પશ્ચિમ ઝોનમાં આવતા સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, વાડજ, રાણીપ, પાલડી, વાસણા અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા તેમજ દક્ષિણ ઝોનમાં આવતા મણિનગર, ઇસનપુર, વટવા સહિતના વિસ્તારોમાં રોડને રિગ્રેડ અને રિસરફેસ કરવા માટેના કુલ રૂ. 45 કરોડના 4 ટેન્ડર મુકવામાં આવ્યા છે. આ તમામ કંપનીઓને કોર્પોરેશનના અધિકારીઓએ જે અંદાજીત ભાવ મુક્યો છે તેના કરતા દરેકના 20 ટકાથી વધુના ભાવે કામ મુકાયા છે જેના પર સવાલ ઉભો થઇ રહ્યો છે.
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં દક્ષિણ ઝોનમાં આવતાં મણિનગર, વટવા, ઇસનપુર વોર્ડમાં આવેલા રોડ તેમજ જુદા જુદા ટી.પી. રોડ રીગ્રેડ તથા રીસરફેસ કરવાના ટેન્ડર મંગાવતા એકમાત્ર કોન્ટ્રાક્ટર વિમલ કન્સ્ટ્રકશન કંપનીના અંદાજીત ભાવથી 25 ટકા વધુ ભાવના રૂ. 6.87 કરોડના સિંગલ ટેન્ડરની દરખાસ્ત મુકાઈ છે. ઉત્તર-પશ્ચિમઝોનના ચાંદલોડીયા, ગોતા, ઘાટલોડિયા તથા અન્ય વોર્ડના જુદા જુદા મુખ્ય રસ્તાઓને રીગ્રેડ તથા રીસરફેસ કરવાના કામના ટેન્ડર મંગાવતાં આવેલ ટેન્ડરો પૈકી કોન્ટ્રાકટર મારૂતિ ઇન્ફાક્રીએશન પપ્રાઇવેટ લીમીટેડના અંદાજી ભાવથી 20.23 ટક વધુ ભાવના એટલે કે રૂ. 11.89 કરોડના ટેન્ડરની તથા ટેન્ડર શરત મુજબની દરખાસ્ત
પશ્ચિમ ઝોનમાં તમામ વોર્ડના ટેન્ડરો પૈકી કોન્ટ્રાકટર એપેક્ષ કન્સ્ટ્રકશનના અંદાજી ભાવથી 17.83 ટકા વધુ ભાવના એટલે કે રૂ. 11.77 કરોડના ટેન્ડરની તથા ટેન્ડર શરત મુજબ બીયુમીનનો ભાવ તફાવત ચુકવવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો અંદાજીત ભાવ વધારાની રકમ રૂા.1.17 કરોડ ની જોગવાઈ સાથે કુલ રૂ.12.95 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાની તથા થયેલ કામ મુજબ કોન્ટ્રાકટરને પેમેન્ટ કરવાની શરત મુકાઇ છે.
ઉપરાંત પશ્ચિમ ઝોનના તમામ વોર્ડના ટેન્ડરો પૈકી વરૂણ પ્રોકોન પ્રા.લી.ના અંદાજી ભાવથી 24.10 ટકા વધુ ભાવના રૂા.12.40 કરોડના ટેન્ડરની તથા ટેન્ડર શરત મુજબ બીટયુમીનનો ભાવ તફાવત ચુકવવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો અંદાજીત ભાવ વધારાની રકમ રૂ.1.24 કરોડની જોગવાઈ સાથે કુલ રૂ. 13.64 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાની તથા થયેલ કામ મુજબ કોન્ટ્રાકટરને પેમેન્ટ કરવાની દરખાસ્ત મૂકી છે.
વિપક્ષ સત્તા પક્ષ પર આરોપ લગાવી રહ્યું છે. ભાજપ શાસકો અને અધિકારી મિલીભગતથી પ્રજાના પૈસા લૂંટાઇ રહ્યા છે . કોન્ટ્રાક્ટરોને ઘી કેળા થયા હોવાનો ઘાટ સર્જાયો છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં આવેલા ટેન્ડરો તો આવે જ છે પરંતુ હવે કોન્ટ્રાકટરો જે ભાવ હોય તેના કરતાં વધુ ભાવ મૂકે છે છતાં ભાજપના શાસકો તેને મંજુર કરી દે છે. કોર્પોરેશમના શાસકો શંકાના દાયરામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે