આખરે જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ, આજથી મોટાભાગના ધંધા વ્યવસાય ધમધમશે

આખરે જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતા આજથી મોટા ભાગના ધંધા વ્યવસાય ધમધમતા થશે. જિલ્લા  કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને દુકાનો અને ઓફિસો ખોલવાની મંજૂરી આપી છે. સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી જામનગરમાં દુકાનો ખોલી શકાશે. 

આખરે જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ, આજથી મોટાભાગના ધંધા વ્યવસાય ધમધમશે

મુસ્તાક દલ, જામનગર: આખરે જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતા આજથી મોટા ભાગના ધંધા વ્યવસાય ધમધમતા થશે. જિલ્લા  કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને દુકાનો અને ઓફિસો ખોલવાની મંજૂરી આપી છે. સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી જામનગરમાં દુકાનો ખોલી શકાશે. 

અગાઉ  જામનગર જિલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયેલો હતો. પરંતુ હવે ગ્રીન ઝોનમાં સમાવેશ થતા લોકડાઉન 3.0માં લોકોને વધુ રાહત મળી છે. જીવન જરૂરિયાતના વેપારને સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી મળી છે. અન્ય દુકાનો અને ઓફિસો પણ સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. જો કે સાંજના 7 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી બિનજરૂરી અવરજવર પર રોક લગાવવામાં આવી છે. બસ અને રિક્ષાઓ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે. ચાની કીટલીઓ અને પાનના ગલ્લા જો કે બંધ રહેશે. ઠંડા પીણાં, મીઠાઇ ફરસાણ અને ફાસ્ટફુડની દુકાનો પણ બંધ રહેશે. 

જુઓ LIVE TV

જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતા ઉદ્યોગોને લીલીઝંડી મળી ગઈ છે. જામનગરમાં 5 હજારથી પણ વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે. જામનગર લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં એશિયાનું હબ ગણાય છે. 35 હજારથી પણ વધુ પરપ્રાંતી મજૂરોને આ ઉદ્યોગો શરૂ થતા રોજી રોટી મળશે. ઉદ્યોગો શરૂ થતા પરપ્રાંતીય મજૂરોનું સ્થળાંતર અટકે તેવી શક્યતા છે. ગુજરાતમાં માત્ર બેજ મહાનગરોમાં ઉદ્યોગો શરૂ થશે. જેમાં એક જામનગર અને બીજુ જૂનાગઢ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news