ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, એક્સપોર્ટના ઉદ્યોગો 25 એપ્રિલથી શરૂ કરી શકાશે
મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે પ્રેસ કોન્ફન્સમાં મહત્વની માહિતી આપી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા સીટી લિમિટ બહાર 35 હજાર કરતા વધુ ઉદ્યોગો શરૂ થયા છે. જ્યારે સવા ત્રણ લાખથી વધુ લેબર કામ કરી રહ્યાં છે. જીઆઈડીસી એરિયા પણ ધીમે ધીમે ધમધમવા માંડ્યા છે. તેમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે ઉદ્યોગોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. એક્સપોર્ટમાં કામ કરતા હોય તેવા યુનિટો 25 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સીટી વિસ્તારમાં આવતા હોય તો તેમને પણ મંજૂરી મળશે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે પ્રેસ કોન્ફન્સમાં મહત્વની માહિતી આપી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા સીટી લિમિટ બહાર 35 હજાર કરતા વધુ ઉદ્યોગો શરૂ થયા છે. જ્યારે સવા ત્રણ લાખથી વધુ લેબર કામ કરી રહ્યાં છે. જીઆઈડીસી એરિયા પણ ધીમે ધીમે ધમધમવા માંડ્યા છે. તેમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે ઉદ્યોગોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. એક્સપોર્ટમાં કામ કરતા હોય તેવા યુનિટો 25 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સીટી વિસ્તારમાં આવતા હોય તો તેમને પણ મંજૂરી મળશે. જો કે તે hotspot ke કન્ટેન્ટની બહાર હોવા જોઈએ.
રાજ્ય સરકારે લીધા મહત્વના નિર્ણય
અશ્વિનીકુમારે કહ્યું કે એક્સપોર્ટમાં કામ કરતા હોય તેવા યુનિટો 25 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સીટી વિસ્તારમાં આવતા હોય તો તેમને પણ મંજૂરી મળશે. જો કે તે hotspot ke કન્ટેન્ટની બહાર હોવા જોઈએ. આવા ઉદ્યોગોએ સરકારમાં અરજી કરવાની રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા બીજો પણ એક મહત્વનો નિર્ણય લેવાયો જે મુજબ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ 66 લાખ જેટલા કુટુંબોને દર મહિને રાશનની દુકાનેથી રાશન લે છે. તેમને 25 એપ્રિલથી વ્યક્તિગત સાડા ત્રણ કિલો ઘઉ અને દોઢ કિલો ચોખા વિના મૂલ્યે આપવામાં આવશે.
આ પદ્ધતિથી કરાશે વિતરણ
આ નિર્ણય અંતર્ગત જે રાશનકાર્ડનો આંકડો એક અને બે હોય તેમને 25 એપ્રિલે રાશન મળશે જ્યારે ત્રણ અને ચાર આંકડાવાળાને 25 એપ્રિલે, પાંચ કે છ હોય તેમને 27 એપ્રિલે, સાત અને આઠ હોય તેમને 28 એપ્રિલના રોજ અને 9 કે શૂન્ય હોય તેમને 29 એપ્રિલે વિનામૂલ્યે અનાજ અપાશે. બાકી જે કોઈ રહી જાય તેમના માટે 30મી તારીખે વ્યવસ્થા કરવામાં આવશે.
જુઓ LIVE TV
અન્ય એક મહત્વનો નિર્ણય પણ લેવાયો જેમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને દાન આપી શકાય છે. કોવિડ 19 માટે દાન આપવામાં આવશે તો કંપનીઓને તે CSR માંથી બાદ મળશે.
એસી રિપેર, ઈલેક્ટ્રીશિયન મોટર રિપેરિંગ, આઈ રિપેરિંગ જેવી વસ્તુઓ માટે કામ કરતા લોકોને તાત્કાલિક અસરથી મંજૂરી આપવાની કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. તેમના જણાવ્યાં મુજબ આજે સાંજ સુધીમાં 11 લાખ 35 હજારના એકાઉન્ટમાં 1000 રૂપિયા પણ જમા કરવામાં આવ્યાં છે. આંતરજિલ્લા આવશ્યક સેવાઓ માટે અવરજવર કરવામાં કોઈ બાધ નથી. 120 કરતા વધુ માર્કેટિંગ યાર્ડમાં ચણા વગેરેની ખરીદી ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે