ગણતરીની ઘડીમાં ગુજરાતમાં પહોંચશે વેક્સીન, ખુદ નાયબ મુખ્યમંત્રી રસી લેવા એરપોર્ટ જશે
આજે સવારે પોણા અગિયારે ગુજરાતમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ જથ્થો આવશે. પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી અમદાવાદ કોરોનાની વેક્સીન (corona vaccine) આવશે. કોવિશીલ્ડના આગમન સમયે એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) હાજર રહેશે. ત્યારે વેક્સીનની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આજે સવારે પોણા અગિયારે ગુજરાતમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ જથ્થો આવશે. પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી અમદાવાદ કોરોનાની વેક્સીન (corona vaccine) આવશે. કોવિશીલ્ડના આગમન સમયે એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) હાજર રહેશે. ત્યારે વેક્સીનની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.
આજે સવારે 10.45 વાગ્યે ગુજરાતમાં કોરોનાની રસી પહોંચશે. પૂણેથી કોરોના રસીનો પહલો જથ્થો રવાના થયો છે. પૂણેથી સિરમ ઈન્સ્ટિટ્યૂટથી કોરોના રસી અલગ અલગ રાજ્યોમાં જવા માટે નીકળી ગઈ છે. ત્યારે વેક્સીન મોકલતા પહેલા પૂજા કરવામાં આવી હતી. હવાઈ સેવાથી અમદાવાદ એરપોર્ટ કોરોના રસી પહોંચશે. ત્યારે વેકસીનના આગમન સમયે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહેશે. રસીને લેવા માટે ખુદ નીતિન પટેલ એરપોર્ટ પર જશે.
એરપોર્ટથી વેકસીનનો જથ્થો બે સ્ટોર પર ડિસ્ટ્રીબ્યુટ થશે. ગુજરાતમાં રસીકરણના કાર્યક્રમને પગલે 6 રિજનલ સેન્ટર તૈયાર કરાયા છે. જેમાં સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં સેન્ટર બનાવાયા છે. મુખ્ય સેન્ટર પરથી જિલ્લાઓમાં વેક્સીન મોકલવામાં આવશે. કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો આજે ગુજરાત પહોંચશે.
ગુજરાતમાં કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો તા.૧૨.૦૧.૨૦૨૧, મંગળવાર સવારે ૧૦.૪૫ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ખાતે આવશે.@PMOIndia @narendramodi @vijayrupanibjp
— Nitin Patel (@Nitinbhai_Patel) January 11, 2021
વેક્સીન લેવા નેતાઓ કૂદી ન પડે
ગઈકાલે કોરોના વેક્સીન અંગે પ્રધાનમંત્રી મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. તેમાં પીએમ મોદીએ તમામ મુખ્યમંત્રીઓને ખાસ સૂચના આપી હતી કે, રસીકરણ દરમિયાન રાજકારણીઓ પોતે નિયમોનો ભંગ ન કરે તેનું ધ્યાન રાખે. કેન્દ્ર સરકારે પ્રાથમિકતા નક્કી કર્યા પ્રમાણે જ રસી અપાશે. ફ્રન્ટ લાઈન વર્કસને રસી આપ્યા બાદ 50 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને રસી અપાશે. નેતાઓ રસીકરણ પ્રક્રિયાનો ભંગ ન કરે તેની તકેદારી રાખવા મુખ્યમંત્રીઓને પીએમએ સૂચના આપી છે. સાથે જ વહેલી રસી લેવા નેતાઓ કૂદી ન પડે તેનું ધ્યાન રાખવા પીએમએ ટકોર કરી છે.
વેક્સીન લેવા હેલ્થ કર્મચારી તૈયાર નથી
સુરતમાં 16 જાન્યુઆરીએ બે હજારથી વધુ હેલ્થ વર્કરને રસી અપાશે. ત્યારે કેટલાક હેલ્થવર્કરો વેકસીનેશન માટે તૈયાર નથી. સુરત પાલિકાએ કોવિડ પોર્ટલ પર 34 હજાર હેલ્થ વર્કરનું લિસ્ટ ગાંધીનગરમાં મોકલ્યું છે. જેમાં પહેલા દિવસે 2200 થી 2500 વર્કરોને વેકસીન અપાશે.
દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. તેનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં એક સાથે કરવાના છે, પરંતુ રાજકોટથી વડાપ્રધાન સાથે સીધો સંવાદ થઈ શકશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી કદાચ રાજકોટના વેક્સિનેટર અથવા તો તેના લાભાર્થી સાથે ચર્ચા કરે એવી પણ શક્યતા છે. આ કાર્યક્રમનું રાજકોટના 10 સ્થળે જીવંત પ્રસારણ પણ થશે. ગુજરાતમાં વડાપ્રધાન મોદી સાથે ટુ વે કોમ્યુનિકેશન માટે બે સ્થળ પસંદ કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે