કોરોનાનો સૌથી વધુ ખતરો અમદાવાદીઓને, 7 વર્ષની બાળકી પણ આવી ઝપેટમાં....

આરોગ્ય સચિવ જંયતી રવિએ હાલ ગુજરાતમાં કોરોના (Corona virus) પોઝિટિવ કેસનો આંકડો જાહેર કર્યો છે. જેમા સૌથી ચોંકાવનારો આંકડો અમદાવાદ (Ahmedabad) નો છે. લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં કોરોનાના કુલ 97 થયા છે. જે નવા 7 કેસનો ઉમેરો થયો છે. તે તમામ અમદાવાદના છે. આ સાથે અમદાવાદમાં કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 38 પર પહોંચ્યો છે. આ આંકડો અમદાવાદીઓ માટે ચેતવણીરૂપ આંકડો છે. કારણે કે, અમદાવાદમા કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે. નવા 7 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. આમ, અમદાવાદ ગુજરાતમાં કોરોના વાયરસનું એપિ સેન્ટર બની ગયું છે તેમ કહી શકાય. 

કોરોનાનો સૌથી વધુ ખતરો અમદાવાદીઓને, 7 વર્ષની બાળકી પણ આવી ઝપેટમાં....

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આરોગ્ય સચિવ જંયતી રવિએ હાલ ગુજરાતમાં કોરોના (Corona virus) પોઝિટિવ કેસનો આંકડો જાહેર કર્યો છે. જેમા સૌથી ચોંકાવનારો આંકડો અમદાવાદ (Ahmedabad) નો છે. લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં કોરોનાના કુલ 97 થયા છે. જે નવા 7 કેસનો ઉમેરો થયો છે. તે તમામ અમદાવાદના છે. આ સાથે અમદાવાદમાં કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 38 પર પહોંચ્યો છે. આ આંકડો અમદાવાદીઓ માટે ચેતવણીરૂપ આંકડો છે. કારણે કે, અમદાવાદમા કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે. નવા 7 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. આમ, અમદાવાદ ગુજરાતમાં કોરોના વાયરસનું એપિ સેન્ટર બની ગયું છે તેમ કહી શકાય. 

એક દર્દીનું દિલ્હી કનેક્શન 
અમદાવાદના જે 7 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાં 4 કાલુપુર વિસ્તારના અને 2 બાપુનગર વિસ્તારના છે. ત્યારે હાલ સૌથી ચોંકાવનારી માહિતી એ છે કે, કાલુપુરમાં કોરોના પોઝિટિવ આવેલા એક દર્દીનું દિલ્હી કનેક્શન સામે આવ્યું છે. આ શખ્સે નિઝામુદ્દીન તબલિગી જમાતની મરકજમાં હાજરી આપી હતી. 65 વર્ષીય પુરૂષ દિલ્હીની મરકજમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી પણ અનેક લોકોએ દિલ્હીમાં નિઝામુદ્દી તબલિગી જમાતના મરકજમાં હાજરી આપી હતી. 

અમદાવાદના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના
અમદાવાદના તમામ 7 પોઝિટિવ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદના કેસમાં 17 વર્ષના પુરુષ, 60 વર્ષની મહિલા, 35 વર્ષના પુરુષ, 30 વર્ષની મહિલા તેમજ 68 વર્ષના પુરુષ (જેઓ દિલ્હી ટ્રાવેલ કરીને આવ્યા હતા) છે. આ ઉપરાંત 65 વર્ષના એક પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અમદાવાદમાં 7 વર્ષની એક બાળકી પણ કોરોનાના ઝપેટમાં આવી ગઈ છે. આમ, ગુજરાતના કુલ 95 પોઝિટિવ કેસ અમદાવાદના જ 38 કેસ છે. જિલ્લાવાઈઝ જોઈએ તો સૌથી વધુ 38 કેસ અમદાવાદમાં છે.

  • અમદાવાદ 38
  • સુરત 12
  • રાજકોટ 10
  • વડોદરા 9
  • ગાંધીનગર 11
  • ભાવનગર 7
  • કચ્છ 1
  • મહેસાણા 1
  • ગીરસોમનાથ 2
  • પોરબંદર 3
  • પંચમહાલ 1 

અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે. 

અમદાવાદના અન્ય અપડેટ્સ

  • જેતલપુર અનાજ માર્કેટ ખાતે શાક માર્કેટનુ આયોજન કરાયું છે. જમાલપુર શાક માર્કેટના તમામ વેપારીઓને દુકાન ફાળવાઇ છે. દુકાન ધારક વેપારીને ઓટલાવાળી દુકાનની ફાળવણી થઇ છે. જમાલપુર માર્કેટમાં રીંગમાં દુકાન ધરાવતા વેપારીને જેતલપુર રીંગમાં દુકાન ફાળવાઇ છે. તો 96 વેપારીઓને ઓટલાવાળી દુકાન અને 60 વેપારીઓને રીંગમાં દુકાનની ફાળવણી થઇ છે. હંગામી દુકાનો માટે મંડપની પણ વ્યવસ્થા કરઈ છે. સોશિયલ ડિસ્ટન્સિંગની ઉત્તમ વ્યવસ્થા જેતલપુર અનાજ માર્કેટ શાકભાજીના વેપાર માટે કરાઇ છે. રવિવાર રાત્રિથી જેતલપુર ખાતેથી શાકભાજી માર્કેટનું સંચાલન થશે. 
  • Bpl અને અંત્યોદય રેશનકાર્ડ કાર્ડ ધારક સિવાર જે કાર્ડ ધારકને અનાજ નથી મળી રહ્યું તે લોકો માટે અમરાઇવાડીના કોર્પોરેટર દ્વારા ફોર્મ ભરાઈ રહ્યાં છે. અત્યાર સુધી 4 હજાર જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અને આ તમામના ફોર્મ લઈ તેઓ કલેકટર સમક્ષ રજૂઆત કરવાના છે. હાલ આ ફોર્મ ભરવા માટે લોકોની લાઈનો લાગી છે. અનાજ ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. દરરોજ ધક્કા ખાઈને લોકો પરેશાન થઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news