Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 725 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 36 હજારને પાર

ગુજરાતમાં કોરોના મહામારીને કારણે વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક 1945 પર પહોંચી ગયો છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 36,123 પર પહોંચી ગઈ છે. 
 

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 725 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 36 હજારને પાર

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વદી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સતત બીજા દિવસે 700થી વધુ કેસ સામે આવ્યા છે. આજે અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડતા છેલ્લા 24 કલાકમાં 725 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 486 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોના મહામારીને કારણે વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક 1945 પર પહોંચી ગયો છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 36,123 પર પહોંચી ગઈ છે. 

સુરત જિલ્લામાં સૌથી વધુ કેસ
અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 254 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરના 218 અને ગ્રામ્યના 36 કેસનો સમાવેશ થાય છે. તો અમદાવાદ શહેરમાં 162, વડોદરામાં 56, રાજકોટમાં 32, વલસાડમાં 18, ભરૂચમાં 15, ખેડામાં 12, અમદાવાદ ગ્રામ્યમાં 15, રાજકોટ શહેરમાં 10 કેસ સામે આવ્યા છે. તો અમદાવાદમાં સૌથી વધુ 201 લોકો ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરમાં 86 લોકો તો વડોદરામાં 53 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

વધુ 18 લોકોના મૃત્યુ
રાજ્યમાં કોરોના વાયરસને કારણે વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 8, સુરત જિલ્લામાં 6, જામનગર શહેરમાં 1, અમદાવાદ ગ્રામ્યમાં 1, ગાંધીનગર અને ખેડામાં એક-એક દર્દીના મૃત્યુ થયા છે. આમ રાજ્યમાં આ મહામારીને કારણે અત્યાર સુધી 1945 લોકોના મૃત્યુ થયા છે. 

રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ
રાજ્યમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 8278 છે. જેમાં 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો 8206 સ્ટેબલ છે. રાજ્યમાં સારવાર બાદ અત્યાર સુધી 25900 લોકો રિકવર થઈ ગયા છે. અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટની વાત કરીએ તો રાજ્યમાં 4 લાખ, 12 હજાર 124 ટેસ્ટ થયા છે. તો રાજ્યભરમાં 2 લાખ 68 હજાર 170 લોકો ક્વોરેન્ટાઈન છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news