ત્રીજી લહેરની દસ્તક પહેલા મોટા સમાચાર, અમદાવાદમાં ફરી ટેસ્ટિંગ ડોમ ઊભા કરાતા ચર્ચાએ જોર પકડ્યું

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા AMC દ્વારા પાછા કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરાયા હોવાની માહિતી મળી રહી છે. કોરોના કેસમાં ઉછાળો આવતા બીજી વેવ જેવી અમદાવાદની સ્થિતિ ન ઉદ્દભવે તેના માટે અમદાવાદમાં મનપાનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.

ત્રીજી લહેરની દસ્તક પહેલા મોટા સમાચાર, અમદાવાદમાં ફરી ટેસ્ટિંગ ડોમ ઊભા કરાતા ચર્ચાએ જોર પકડ્યું

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: રાજયમાં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ આરોગ્ય વિભાગ સહિત તંત્ર સતર્ક થઈ ગયું છે. તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા AMC દ્વારા પાછા કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરાયા હોવાની માહિતી મળી રહી છે. કોરોના કેસમાં ઉછાળો આવતા બીજી વેવ જેવી અમદાવાદની સ્થિતિ ન ઉદ્દભવે તેના માટે અમદાવાદમાં મનપાનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. પ્રશાસને કોરોના ટેંસ્ટીગ ટેન્ટ ઊભા કર્યા છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં ફરીથી કોરોના ટેસ્ટીંગ ડોમ લાગ્યા છે. જેમાં પાલડી એનઆઇડી વિસ્તારમાં તાત્કાલિક ટેસ્ટીંગ ટેન્ટ ઊભા કરાયા હોવાની માહિતી મળી રહી છે. કોરોનાના કેસ વધતાં ત્રીજી વેવની આશંકા સેવવામાં આવી રહી છે. જેના કારણે રાજ્યમાં તમામ મનપાની ટેસ્ટ વધારવા અને ડોમ ઉભા કરવા સૂચના અપાઈ છે. પ્રતિદિન 50 હજાર RT-PCR ટેસ્ટ કરવાની તંત્રની તૈયારીઓ શરૂ કરી છે. જાહેર સ્થળો જેવા કે બગીચા, મંદિર, મેળા, પ્રવાસન સ્થળો, એરપોર્ટ, રેલવે અને એસટી સ્ટેન્ડ પર સઘન ચેકીંગ વધારવા સૂચના આપી દેવામાં આવી છે.

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની છબી ખરડાઈ! UGC રેન્કિંગમાં એકેય યુનિવર્સિટીઓને 5 સ્ટાર નહી
 
અત્રે નોંધનીય છે કે દિવાળીની ખરીદી અને ટુરિઝમ દરમ્યાન લોકોની બેદરકારી વધવાના કારણે અને લોકોએ હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી, પરંતુ હવે કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે (શનિવારે) સમગ્ર રાજ્યમાં 39 કેસો નોંધાતા તંત્ર ફરીથી હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં એક દિવસમાં જ 10 નવા કેસ નોંધાતા તબીબોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં તંત્રએ પણ તમામ તૈયારી શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. 

'પાટીદારો ઇંડાની લારીએ ઉભા રહેવાની બંધ કરે, સરદારનું માથું શરમથી ઝુકી જશે': BAPS સ્વામી

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 926ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 90 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 608 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 226 એક્ટિવ કેસ છે, જેમાંથી 06 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 220 દર્દીની હાલત સ્થિર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news