ભાવનગરમાં તમામ 12 પોઝિટિવ કેસ અબ્દુલ કરીમ નામના શખ્સે ફેલાવ્યા, ધરણા કરનાર MLAની ધરપકડ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા સતત ભાર આપવામાં આવી રહ્યો છે કે કોઇ પણ લોકો એકત્ર ન થાય. ભાવનગરનાં સાંઢીયાવાડ અને રૂવાપરી વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઇમરજન્સી વગર કોઇને બહાર જવા માટેની પરવાનગી નથી. આ સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.
ભાવનગરમાં તમામ 12 પોઝિટિવ કેસ અબ્દુલ કરીમ નામના શખ્સે ફેલાવ્યા, ધરણા કરનાર MLAની ધરપકડ

ભાવનગર : ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા સતત ભાર આપવામાં આવી રહ્યો છે કે કોઇ પણ લોકો એકત્ર ન થાય. ભાવનગરનાં સાંઢીયાવાડ અને રૂવાપરી વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઇમરજન્સી વગર કોઇને બહાર જવા માટેની પરવાનગી નથી. આ સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.

જો કે તળાજાના કોંગ્રેસી ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ તમામ રેશનકાર્ડ ધારકોને પુરવઠ્ઠો મળી રહે તેવી માંગણી સાથે ભાવનગરનાં ડે. કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી. રાત્રી સુધીમાં યોગ્ય નિર્ણય નહી આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ઉપવાસની ચિમકી ઉચ્ચારી હતી. જેના અનુસંધાને આજે બપોરે કનુ બારૈયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડ ધરણા પર બેસી ગયા હતા. જેના અનુસંધાને આાખરે પોલીસ દ્વારા બંન્નેની અટકાયત કરવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં અબ્દુલ કરીમ નામનાં વ્યક્તિએ જ કોરોના ફેલાવ્યો છે. તેના સંપર્કમાં આવેલા તેનાં પરિવારનાં 6 લોકો પોઝિટિવ આવ્યા હતા. જ્યારે અન્ય 6 લોકો તેના સગાસંબંધિ છે જેઓ અબ્દુલ કરીમને મળી ગયા હતા. જ્યારે ઘોઘા જકાતનાકાના પોઝિટિ કેસની કોઇ હિસ્ટ્રી મળી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news