અંતરિક્ષમાં રચાશે નવો ઈતિહાસ! ઈસરોની મદદથી Skyroot કરશે આ 'ચમત્કાર'

ભારત અંતરિક્ષની નવી મહાશક્તિ બની ચૂક્યું છે. ઈસરો વૈજ્ઞાનિક અનેક ઉપલબ્ધિઓ મેળવી ચૂક્યા છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર વર્લ્ડના મંત્ર વચ્ચે એક ભારતીય કંપની સ્પેસ સેક્ટરમાં નવું ડગલું ભરી રહી છે. ભારતની એરોસ્પેસ કંપની સ્કાયરૂટ (Skyroot) ઈસરોની મદદથી ડિસેમ્બર 2021 સુધીમાં અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરશે. સ્કાયરૂટે પોતાના પહેલા લોન્ચ વ્હિકલનું નામ વિક્રમ-1 (Vikaram-I) રાખ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસ પહેલી ભારતીય સ્ટાર્ટઅપ કંપની છે જેના દ્વારા દેશના પહેલા ખાનગી રોકેટ એન્જિન રમણનું સફળ પરિક્ષણ પૂરું થયું. 
અંતરિક્ષમાં રચાશે નવો ઈતિહાસ! ઈસરોની મદદથી Skyroot કરશે આ 'ચમત્કાર'

નવી દિલ્હી: ભારત અંતરિક્ષની નવી મહાશક્તિ બની ચૂક્યું છે. ઈસરો વૈજ્ઞાનિક અનેક ઉપલબ્ધિઓ મેળવી ચૂક્યા છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર વર્લ્ડના મંત્ર વચ્ચે એક ભારતીય કંપની સ્પેસ સેક્ટરમાં નવું ડગલું ભરી રહી છે. ભારતની એરોસ્પેસ કંપની સ્કાયરૂટ (Skyroot) ઈસરોની મદદથી ડિસેમ્બર 2021 સુધીમાં અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરશે. સ્કાયરૂટે પોતાના પહેલા લોન્ચ વ્હિકલનું નામ વિક્રમ-1 (Vikaram-I) રાખ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસ પહેલી ભારતીય સ્ટાર્ટઅપ કંપની છે જેના દ્વારા દેશના પહેલા ખાનગી રોકેટ એન્જિન રમણનું સફળ પરિક્ષણ પૂરું થયું. 

રોકેટ એન્જિનના ક્ષેત્રમાં તેને આગામી અને મહત્વનો પડાવ ગણવામાં આવી રહ્યો છે. રોકેટ એન્જિન મુખ્ય રીતે બે પ્રકારના હોય છે. તે અનેક તબક્કામાં કામ કરે છે. જેના દરેક સ્ટેજ માટે અલગ એન્જિન અટેચ હોય છે. જેના કેટલાક એન્જિનમાં પ્રવાહી ઈંધણનો ઉપયોગ થાય છે. એટલે કે સામાન્ય શબ્દોમાં રોકેટ Vertical cylinder આકારનું એક એવું યાન છે જે પોતાના એન્જિનની મદદથી ઝડપ વધારીને આગળ વધે છે.

કંપની રોકેટના અપર સ્ટેજ એન્જિનનું પરિક્ષણ કરી ચૂકી છે, જેનું શરૂઆતનું નિર્માણ કાર્ય પૂરું થઈ ચૂક્યું છે. ZEE મીડિયા સાથે વાતચીતમાં Skyrootની ટીમે કહ્યું કે જો બધુ ઠીક જશે તો ડિસેમ્બર 2021 સુધીમાં ઈસરોના માર્ગદર્શનમાં રોકેડનું મેઈડન લોન્ચ પૂરું કરી દેવાશે. ભારતમાં પહેલીવાર ખાનગી ક્ષેત્ર તરીકે અમે ઉપગ્રહોના લોન્ચિંગ માટે લિક્વિડ એન્જિનનું સફળ પરિક્ષણ કર્યું છે. કંપનીના બે રોકેટ ચરણ છ મહિનામાં પરિક્ષણ માટે તૈયાર થઈ રહ્યાં છે. 

વિક્રમનો સારથી 'રમણ'
હાલમાં જ થયેલા એન્જિન ટેસ્ટને લઈને કંપનીએ કહ્યું કે તેઓ 3 રોકેટ પર કામ કરી રહ્યાં છે.  ઈસરો સંસ્થાપકને યાદ કરીને તેનું નામ વિક્રમ (Vikram) I,II, & III રાખવામાં આવ્યું છે. વિક્રમ, ચાર ચરણમાં કામ કરનારું રોકેટ છે. જે અંતિમ દોરમાં પહોંચી ગયું છે. પરિક્ષણ દરમિયાન એન્જિનમાં તરળ ઈંધણનો ઉપયોગ થયો. કંપનીએ એન્જિનનું નામ રમણ રાખીને તેના દ્વારા નોબલ પુરસ્કાર વિજેતા સર સીવી રમણને શ્રદ્ધાંજલિ આપવાની કોશિશ કરી છે. રમણ એન્જિનમાં UDMH અને NTO તરલ ઈંધણનો ઉપયોગ થયો. 4 એન્જિનવાળું આ ક્લસ્ટર 3.4 kN થ્રસ્ટ  (thrust) જનરેટ કરશે. આ એન્જિન અનેક ઉપગ્રહો એકસાથે એક જ  વારમાં અલગ અલગ કક્ષામાં પ્રસ્થાપિત કરી શકે છે. 

WION - ફ્યૂલના આ કોમ્બિનેશનનું કોઈ ખાસ કારણ?
Skyroot: UDMH અને  NTOની પસંદગી એટલા માટે થઈ કારણ કે અલગ અલગ ઓર્બિટમાં તેનો અનેકવાર ઉપયોગ થઈ શકે છે. 

WION: રમણ ચોથા એટલે કે ફાઈનલ સ્ટેજમાં છે, પહેલા 3 સ્ટેજ અંગે કઈક જણાવો. 
Skyroot: ભારતમાં પહેલીવાર ખાનગી ક્ષેત્ર તરીકે અમે ઉપગ્રહોના લોન્ચિંગ માટે લિક્વિડ એન્જિનનું સફળ પરિક્ષણ કર્યું છે. કંપનીના બે રોકેટ ચરણ છ મહિનામાં પરિક્ષણ માટે તૈયાર થઈ રહ્યાં છે. 

WION: અલગ અલગ પેલોડની ક્ષમતાની વાત કરીએ તો તમારી ટીમ ક્યાં સુધી પહોંચી છે?
Skyroot: Vikram I પોતાની સાથે 225 કિગ્રા વજનનો પેલોડ  SSPO માં 500 કિમી  સુધીનું અંતર કાપવા માટે સક્ષમછે. ધરતીની નીચલી કક્ષામાં તેની ક્ષમતા 315 કિમી છે. વિક્રમ IIની ક્ષમતા 410 કિગ્રામ છે અને વિક્રમ IIIની અમે 580 કિગ્રાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news