Corona LIVE: કોરોના હોટસ્પોટ બન્યા મહાનગરો, પોઝીટીવ કેસના 5 KM વિસ્તારની તપાસ થશે
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં લોકડાઉન છતા પણ કોરોનાની સ્થિતી પ્રમાણમાં ગંભીર થઇ રહી છે. આઝનાં દિવસમાં અમદાવાદમાં 1, સુરતમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1, ગીર સોમનાથમાં 1 અને પોરબંદરમાં 1 તેમ કુલ મળીને 5 નવા કેસ મળી આવતા કુલ 8 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાના 63 દર્દીઓ થઇ ચુક્યા છે. જે પૈકી પાંચના મોત થઇ ચુક્યા છે. જ્યારે બે દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. જ્યારે એક દર્દીને સંપુર્ણ સ્વસ્થય સ્થિતીમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ચુકી છે. હાલ સ્થાનિક સ્તરે સંક્રમણ વધવાને કારણે હવે નવા કેસ જ્યાંથી પણ મળે છે ત્યાંના 3થી 5 કિલોમીટર વિસ્તારનાં લોકોની તપાસ કરવામાં આવશે.
કોરોના જેલમાં ન ફેલાય તે માટે કેદીઓને પેરોલ-જામીન પર છોડી દેવાશે
સ્થિતી અંગે માહિતી આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં સૌથી વધારે કેસ મહાનગરોમાં નોંધાયા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને રાજકોટમાં નોંધયા છે. જેથી પાંચેય મોટા શહેરો હોટસ્પોટ બની ચુક્યા છે. જેથી આ મહાનગરોમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવશે. મોટી ઉંમરના નાગરિકોને તપાસવામાં આવશે. પોઝિટિવ કેસ મળી આવે તેની આસપાસનાં 3-5 કિલોમીટરનાં વિસ્તારનો સર્વે કરવામાં આવશે.
Corona LIVE: ગુજરાતમાં કોરોના હવે ગ્રામ્ય સ્તરે ફેલાવાનો શરૂ થયો, સરકાર ચિંતિત
કોરોના દિવસભર...
- દર શનિવારે ધોરણ 3થી8ના વિદ્યાર્થીઓ માટે આઠવાડીક સાહિત્ય પુરૂ પાડવામાં આવશે. આ તમામ સાહિત્ય સોશિયલ મીડિયા દ્વારા પુરૂ પાડવામાં આવશે.
- રાજ્યમાં હાલ ચાર મહિના સુધી ચાલે તેટલું અનાજ અને અત્યાર સુધીમાં 5 લાખ 40 હજાર ફૂડ પેકેટનું વિતરણ કર્યું. જ્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ 25 કરોડથી પણ વધારેની રકમ જમા થઇ છે.
- મુખ્યમંત્રી દ્વારા બાગાયતી પાક અને ઉનાળુ પાકની દેખરેખ માટે છુટ આપવામાં આવી છે. ખેડૂતોને અવર જવર માટે છુટ આફી છે પરંતુ આ છુટનો દુરૂપયોગ ન થાય તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે