શિયાળામાં કોરોનાનું સંક્રમણ વધવાનો દાવો, જાણો કારણ, કોરોનાથી બચવા કરો આટલું
દેશમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાનો અનેક લોકો દાવો કરી રહ્યા છે પરંતુ હકીકતમાં ઠંડીનું પ્રમાણ વધતાં કોરોનાનું સંક્રમણ વધશે તેવો દાવો વડોદરાના ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારી ડોકટર શીતલ મિસ્ત્રી કરી રહ્યા છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: દેશમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાનો અનેક લોકો દાવો કરી રહ્યા છે પરંતુ હકીકતમાં ઠંડીનું પ્રમાણ વધતાં કોરોનાનું સંક્રમણ વધશે તેવો દાવો વડોદરાના ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારી ડોકટર શીતલ મિસ્ત્રી કરી રહ્યા છે.
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે કોરોના નું સંક્રમણ વધવાની શકયતા વધી છે. ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારી ડોકટર શીતલ મિસ્ત્રી ના મુજબ શિયાળામાં કોરોના વાયરસ વાતાવરણમાં લાંબુ ટકી શકે છે જેનાથી તે વધુ લોકોને સંક્રમિત કરી શકે છે. ઠંડીના કારણે કોરોના વાયરસની ચરબીનું બહારનું આવરણ વધુ જાડું બનશે. જેથી કોરોના વાયરસ નો ખતરો વધી જશે.
ડોકટર શીતલ મિસ્ત્રી એ વધુ કહ્યું કે ઠંડીમાં લોકો ઘરના બારી બારણા બંધ કરી લેતા હોય છે જેના કારણે હવા ઉજાશ બંધ થઈ જાય છે. તેવામાં ઘરમાં એક વ્યક્તિને કોરોના હશે તો અન્ય તમામ લોકો કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે. તેમજ લોકો ઠંડીમાં આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરે છે જેના કારણે તેમને સૂર્યનો તડકો નથી મળતો જેથી વિટામિન ડી ની ઉણપ ઊભી થાય છે. જેથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. તેમજ તેમનું કેહવુ છે કે જે રાજ્યમાં ઠંડી વધુ હશે તે રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધુ જોવા મળશે.
શિયાળામાં કોરોના ના સંક્રમણ થી બચવા લોકોએ શું કરવું જોઈએ તે પણ શીતલ મિસ્ત્રી એ સલાહ આપી છે જેમાં
- લોકોએ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે
- લોકોએ સૂર્યનો તડકો લેવો પડશે જેથી વિટામિન ડી ની ઉણપ ના થાય
- વિટામિન ડી ઇમ્યુનિટી માં કરે છે વધારો
- આખું શરીર ઢંકાય તેવા કપડાં ના પહેરવા જોઈએ
- ઘરમાં હવા ઉજાશ રહે તેવી રીતે બારી બારણાં ખુલ્લાં રાખવા
- ઘરમાં કે ઇન્ડોર માં પણ માસ્ક પહેરવું હિતાવહ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે