ગુજરાતમાં આંશિક લોકડાઉન નહિ લાગે... સરકારના મંત્રીએ આપ્યુ મોટું નિવેદન
કોરોનાની નવી ગાઈડલાઈન (guideline) ની કાગડોળે રાહ જોવાઈ રહી છે. કરફ્યૂ કેટલાથી કેટલા વાગ્યા સુધીનો હશે, શુ પ્રતિબંધ હશે, શુ શુ બંધ થશે તેની ચર્ચા ચારેતરફ ચાલી રહી છે. આ વચ્ચે સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહી દીધું કે, 'રાજ્યમાં આંશિક લૉકડાઉન (lockdown) પણ નહીં લાગે.' તો બીજી તરફ, ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ (night curfew) 10 વાગ્યાથી લાગુ થવાની શક્યતા છે. આ વચ્ચે લોકોને લોકડાઉનની પણ ભીતિ લાગી રહી છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની નવી ગાઈડલાઈન (guideline) ની કાગડોળે રાહ જોવાઈ રહી છે. કરફ્યૂ કેટલાથી કેટલા વાગ્યા સુધીનો હશે, શુ પ્રતિબંધ હશે, શુ શુ બંધ થશે તેની ચર્ચા ચારેતરફ ચાલી રહી છે. આ વચ્ચે સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહી દીધું કે, 'રાજ્યમાં આંશિક લૉકડાઉન (lockdown) પણ નહીં લાગે.' તો બીજી તરફ, ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ (night curfew) 10 વાગ્યાથી લાગુ થવાની શક્યતા છે. આ વચ્ચે લોકોને લોકડાઉનની પણ ભીતિ લાગી રહી છે.
સરકાર મોટા નિયંત્રણો નહિ લગાવે - સૂત્ર
આજે 7 જાન્યુઆરીના રોજ રાત્રે 12 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની ગાઈડલાઈન્સની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. ત્યારે આજે કોરોનાને લઈને નવા નિયમોની જાહેરાત થઈ શકે છે. આજે સાંજ સુધીમાં સરકાર નવી ગાઈડલાઈન જાહેર થઈ શકે. જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સરકાર કોઈ મોટા નિયંત્રણો રાખવાના મૂડમાં નથી. ગાઈડલાઈનમાં માસ્ક ફરજીયાત પહેરવા પર ભાર મૂકાશે. સાથે જ માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈનો કડક અમલ કરાવી શકે છે. તેમજ હોટલ, રેસ્ટોરન્ટ અને જિમ કાર્યરત રહેશે. જો કે હોટલ, રેસ્ટોરન્ટ અને જિમમાં ક્ષમતા અંગે નિર્ણય લેવાઈ શકે છે. સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડામાં છુટછાટ ઘટી શકે છે. રાત્રિ કરફ્યુના સમયમાં બદલાવ થઈ શકે છે.
બીજી તરફ, ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ 10 વાગ્યાથી લાગુ થવાની શક્યતા છે. જો, એટલે કે હાલના કરફ્યૂના સમયમાં વધારો કરાશે. હાલ 11 વાગ્યાથી કરફ્યૂનુ અમલીકરણ થાય છે. તેને બદલે સરકાર 10 વાગ્યા સુધી કરફ્યૂ લગાવી શકે છે.
કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા કોન્ફરન્સ યોજી કોરોના સંક્રમણ સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરાઈ છે. આગામી સોમવાર તા. 10 મી જાન્યુઆરીથી ‘આયુષ’ દ્વારા મહાનગરો-જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં દરરોજ કુલ મળીને બે હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડાશે. જિલ્લા-મહાનગરોના આરોગ્ય અને વહિવટી તંત્રો આ ઉકાળા પાવડરનો લાભ વધુને વધુ લોકો સુધી પહોચાડી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે તેવું સરકારનું આયોજન છે.
મુખ્યમંત્રીએ જિલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહિ, સરકાર તરફથી તમામ જરૂરી મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે. કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા આગામી સોમવાર તા.૧૦ જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા સમગ્ર રાજ્યમાં દરરોજ કુલ મળીને બે હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે તેનો પણ લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને એવો અનુરોધ કર્યો કે જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમીટ થયા હોય તેમનું પણ સતત મોનીટરીંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે. મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરોને જરૂરિયાત મુજબ ધનવંતરી રથ અને સંજીવની રથ વધુ મોબીલાઇઝ કરવા તથા કોન્ટેકટ ટ્રેસિંગ વ્યાપક બનાવવા અને દરરોજના ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવાની સૂચનાઓ આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે