કોરોના કેન્દ્ર કમલમને આખરે આંશિક બંધ કરાયું, પ્રવક્તા સહિત 7ને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ

કોરોના મહામારી વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે નવ નિયુક્ત સી.આર પાટીલ કાર્યાલય કમલમ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસો કરીને કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. જેના પગલે ખુદ પાટીલ સહિત ભાજપના ધારાસભ્યો, આગેવાનો ઉપરાંત કમલમમાં કામ કરતા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા ઘણા દિવસથી સી.આરના સંપર્કમાં આવેલા કાર્યકરો અને નેતાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. સોમવારે અને મંગળવારે તો કમલમ ખાતે કાર્યકરોનો જાણે મેળો ભરાયો હતો. જો કે હવે એક સાથે 7 લોકો કોરોના પોઝિટિવ આવતા અંતે કમલમ કાર્યકરો માટે બંધ કરી દેવાયું છે. હવે મંત્રીઓ કમલમ નહી આવવા માટે જણાવી દેવાયું છે. 

કોરોના કેન્દ્ર કમલમને આખરે આંશિક બંધ કરાયું, પ્રવક્તા સહિત 7ને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે નવ નિયુક્ત સી.આર પાટીલ કાર્યાલય કમલમ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસો કરીને કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. જેના પગલે ખુદ પાટીલ સહિત ભાજપના ધારાસભ્યો, આગેવાનો ઉપરાંત કમલમમાં કામ કરતા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા ઘણા દિવસથી સી.આરના સંપર્કમાં આવેલા કાર્યકરો અને નેતાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. સોમવારે અને મંગળવારે તો કમલમ ખાતે કાર્યકરોનો જાણે મેળો ભરાયો હતો. જો કે હવે એક સાથે 7 લોકો કોરોના પોઝિટિવ આવતા અંતે કમલમ કાર્યકરો માટે બંધ કરી દેવાયું છે. હવે મંત્રીઓ કમલમ નહી આવવા માટે જણાવી દેવાયું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમનાં કાર્યાલય મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઇ કર્મચારીઓને લાવનાર ડ્રાઇવર, 2 સફાઇ કર્મચારી સહિત કોરોના પોઝિટિવ આવ્યા છે. આટલા કોરોના પોઝિટિવ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રિબિન લગાવીને બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે. 

ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ કોરોના કેન્દ્ર જેવું બની રહ્યું હોવાના અહેવાલો બાદ ભાજપ પ્રમુખ દ્વારા કાર્યકરોને કામ સિવાય કમલમ્ ખાતે નહી આવવા માટે સુચના આપવામાં આવી છે. કમલમમાં આવતા મંત્રીઓને વેબકેમથી કાર્યકરોની રજુઆત અને ફરિયાદો સાંભળી રહ્યા છે. આખરે છેલ્લા 3 અઠવાડીયાથી કાર્યકરોનો મેળાનો સિલસિલો હવે અટકી ગયો છે. જેના કારણે કોવિડની ગાઇડ લાઇનનું પાલન ફરી એકવાર શરૂ થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news