રાજકોટમાં કોરોનાનો કહેર વધતા સરકાર એકશનમાં આવી, હેલ્થ ટીમ તાબડતોબ પહોંચી

કોરોના વાયરસના કેસ બેકાબુ બનતા આરોગ્ય અગ્રસચિવને સૌરાષ્ટ્રની મુલાકાત કરવાની ફરજ પડી છે. જેમાં તેઓ કલેક્ટર, મ્યુ.કમિશ્નરે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે

રાજકોટમાં કોરોનાનો કહેર વધતા સરકાર એકશનમાં આવી, હેલ્થ ટીમ તાબડતોબ પહોંચી

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કોરોનાના વધતા કેસોને પગલે સરકાર એકશનમાં આવી છે. ગાંધીનગરથી ડોક્ટરોની ટીમના ધામા રાજકોટ (rajkot) માં પડ્યા છે. એક સપ્તાહ સુધી ડોક્ટરોની ટીમ સિવીલ અને ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરશે. તેમજ કોરોના (corona virus) ના દર્દીઓની સારવાર અંગે પણ સિવિલના ડોક્ટરોને માર્ગદર્શન આપશે. રાજકોટમાં વધતા જતા મૃત્યુઆંક અંગે સરકાર એકશનમાં આવી છે. તો બીજી તરફ, રાજકોટની ખાનગી હોસ્પિટલો દ્વારા અપાતા તોતિંગ રકમના બિલ અંગે પણ સરકારે લાલ આંખ કરી છે. સરકારી ગાઇડલાઇનથી વધારે રૂપિયા વસૂવતી હોસ્પિટલો સામે હવેથી કાર્યવાહી થશે તેવું 
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. જયંતિ રવિએ ખાનગી હોસ્પિટલોને તોતિંગ રૂપિયા ન વસૂલવા ચેતવણી આપી છે. 

નર્મદાનાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું, ગરુડેશ્વરનું નર્મદેશ્વર મંદિર પાણીના વહેણમાં આખેઆખું તૂટ્યું

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આજે રાજકોટની મુલાકાતે છે. રાજકોટમાં સતત વધતા પોઝિટિવ કેસ અને મૃત્યુ આંક સમીક્ષા માટે તેઓ રાજકોટ પહોંચ્યા છે. જેમાં કહેવાય છે કે, રાજકોટમાં કોરોના ટેસ્ટિંગ ઘટતા કેસોમાં એકાએક વધારો થયો છે. તો બીજી તરફ કોરોનાના દર્દીઓનો વધી રહેલો મૃત્યુઆંક પણ ડરાવી દે તેવો છે. આવામાં આરોગ્ય વિભાગના ત્રણ તબીબોની ટીમ સાથે જયંતિ રવિ રાજકોટ પહોંચ્યા છે. 

  • રવિવારે 2255 સેમ્પલ પૈકી 123 પોઝિટિવ જાહેર થયા 
  • શનિવારે 3923 સેમ્પલ પૈકી 116 પોઝિટિવ થયા જાહેર
  • શુક્રવારે 4472 સેમ્પલ પૈકી 109 પોઝિટિવ જાહેર થયા

મહત્વના અપડેટ : લાખોની અવરજવર ધરાવતો અમદાવાદ-ધંધુકા હાઈવે થયો બંધ... 

કોરોના વાયરસના કેસ બેકાબુ બનતા આરોગ્ય અગ્રસચિવને સૌરાષ્ટ્રની મુલાકાત કરવાની ફરજ પડી છે. જેમાં તેઓ કલેક્ટર, મ્યુ.કમિશ્નરે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે.  

રાજકોટમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાનગી કોવિડ હોસ્પિટલમાં વધુ ચાર્જ વસુલતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવા સમયે શહેરના 80 ફૂટ રોડ પર આવેલી નીલકંઠ કોવિડ હોસ્પિટલ સામે પણ આક્ષેપો લાગ્યા છે કે તેના દ્વારા તોતિંગ બિલ વસૂલવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ખાનગી હોસ્પિટલનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. જેમાં 15 દિવસનો ચાર્જ 4 લાખ રૂપિયા બતાવાયું હતું. 15 દિવસમાં લેબોરેટરીનો ચાર્જ 1 લાખથી વધારે હતો, જેમાં કોવિડ ટેસ્ટના માત્ર 3 હજાર રૂપિયા બતાવાયા હતા. 80 ફૂટ રોડ પર આવેલી નિલકંઠ કોવિડ હોસ્પિટલનું બિલ વાયરલ થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news