મધ્ય ગુજરાતમાં પાદરા બન્યું કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ, 20 શાકભાજીના વેપારીઓ ઝપેટમાં

ગુજરાતના અનેક જિલ્લા હવે કોરોનાના હોટસ્પોટ બની રહ્યા છે. આવામાં વડોદરાનો પાદરા તાલુકા મધ્ય ગુજરાતમાં કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ બન્યું છે. પાદરામાં આજે વધુ 5 કોરોનાના કેસ નોંધાયા છે. મધ્ય ગુજરાતના તાલુકાઓમાં પાદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. પાદરામાં કોરોનાનો આંકડો 47 થયો છે. 20 ઉપરાંત તો માત્ર શાકભાજીના વેપારીઓને કોરોના થયો છે. છેલ્લા પાંચ દિવસમાં પાલિકાના કોર્પોરેટર અને APMC ના ચેરમેન સહિતના લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. દિવસેને દિવસે વધતા કેસને લઈ સ્થાનિક તંત્ર ચિંતામાં આવ્યું છે. 
મધ્ય ગુજરાતમાં પાદરા બન્યું કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ, 20 શાકભાજીના વેપારીઓ ઝપેટમાં

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના અનેક જિલ્લા હવે કોરોનાના હોટસ્પોટ બની રહ્યા છે. આવામાં વડોદરાનો પાદરા તાલુકા મધ્ય ગુજરાતમાં કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ બન્યું છે. પાદરામાં આજે વધુ 5 કોરોનાના કેસ નોંધાયા છે. મધ્ય ગુજરાતના તાલુકાઓમાં પાદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. પાદરામાં કોરોનાનો આંકડો 47 થયો છે. 20 ઉપરાંત તો માત્ર શાકભાજીના વેપારીઓને કોરોના થયો છે. છેલ્લા પાંચ દિવસમાં પાલિકાના કોર્પોરેટર અને APMC ના ચેરમેન સહિતના લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. દિવસેને દિવસે વધતા કેસને લઈ સ્થાનિક તંત્ર ચિંતામાં આવ્યું છે. 

અમદાવાદની જગન્નાથ રથયાત્રા કેન્સલ થઈ શકે છે : સૂત્ર 

ભાવનગરમાં વધુ 3 કોરોના પોઝિટિવનો વધારો થયો છે. વિઠ્ઠલવાડીના 55 વર્ષીય ભાસ્કર પોપટ મકવાણા પોઝિટિવ આવ્યો છે, જેઓ 16 જૂનના અમદાવાદથી ભાવનગર આવ્યા હતા. ત્રણ દિવસ પહેલા ભારે કફની ફરિયાદ સાથે તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તો 25 વર્ષીય બિકાસ કુમાર અને 29 વર્ષીય સુરજ અનિલ ગુપ્તાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને શિપના ક્રૂ મેમ્બર છે. જેમાં એક મહારાષ્ટ્ર અને બીજા ઓડિશાનો વતની છે. 

અરવલ્લીમાં કોરોનાનો કહેર ધીરે ધીરે વરસી રહ્યો છે. મોડાસામાં વધુ 5 કોરોનાના કેસ સામે આવ્યા છે. અલહયાત, દરિયાઈ, બેલીમવાડા, નાવજીફળીમાં કોરોનાના નવા કેસ આવ્યા છે. સબલપુર ગામમાં પણ ૩૮ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ, જિલ્લામાં કુલ 168 કોરોના કેસ નોંધાયા છે. 

ભરૂચ જિલ્લામા આજે વધુ 7 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. ભરૂચ જીલ્લામા કોરોના વાઇરસના કેસની સંખ્યા 112 પર પહોંચી છે. જંબુસરમાં આજે 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અંકલેશ્વરના જુના દિવા ગામમાં એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ સ્થાનિક આરોગ્ય વિભાગની ચિંતામાં સતત વધારો થયો છે.

ગુજરાત યુનિવર્સિટીનો મહત્વપૂર્ણ નિર્ણય, જુલાઈમાં લેવાનારી પરીક્ષાઓ મોકૂફ રખાઈ 

પાટણ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. આજે વધુ એક સાથે 5 કેસ સામે આવ્યા છે. બે સ્ત્રી અને ત્રણ પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના મોતિશા દરવાજાના જકશી વાડો મહોલ્લાના 62 વર્ષના વૃદ્ધને કોરોના આવ્યો છે. સોનીવાડા ખેજડાની પોળની 70 વર્ષની વૃદ્ધાને, સરસ્વતી તાલુકાના જંગરાલની 58 વર્ષની મહિલાને, રાધનપુરના મસાલી રોડ ધાર્મિક સોસાયટીના 52 વર્ષના પુરુષને, સિદ્ધપુરની એડનવાલા સ્કૂલ પાસે તહેરપુરાના 45 વર્ષ ના યુવકને કોરોના આવ્યો છે. નવા પાંચ કેસ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 130 પર પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news