આ શું થવા બેઠું છે? ગુજરાતમાં 7 હજાર જેટલા કરાર આધારિત કર્મચારીઓએ હવે સરકાર સામે બાંયો ચઢાવી!
આજે જિલ્લા, તાલુકા, રાજ્યકક્ષા સુધી ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો છે. તેમણે સરકાર સમક્ષ સમાન કામ, સમાન વેતન આપવા માંગ કરી છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતના પગાર વાંચ્છુક, ટૂંકા પગાર ધારકો, શિક્ષણની ત્રણથી ચાર જેટલી સંસ્થાઓ નેતૃત્વ કરનારા ચાલક બળ- ગણાતા ગુજરાતના સાત થી આઠ હજાર જેટલા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓએ નારાજગી દર્શાવી છે. અંદાજે 7 હજાર જેટલા કરાર આધારિત કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.
આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે આજે જિલ્લા, તાલુકા, રાજ્યકક્ષા સુધી ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો છે. તેમણે સરકાર સમક્ષ સમાન કામ, સમાન વેતન આપવા માંગ કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુસરવા અને પગારની વિસંગતતાને દૂર કરવા સરકારને અપીલ કરી છે. 7 ટકા જેટલો નજીવો પગારવધારો અપાતા કર્મચારીઓ નારાજ થયા છે. અને કર્મચારી દીઠ 2000 રૂપિયાથી લઈ 5000 રૂપિયા જેટલો પગાર કાપી લેવાનો પણ આક્ષેપ કરાયો છે.
એક તરફ પગાર વધારો, બીજી તરફ પગાર કાપીને પરત લઈ લેવાનો કર્મચારી મંડળે આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શિક્ષકો, દિવ્યાંગોના સ્પેશિયલ એજ્યુકેટર, ઓપરેટર, MIS કોર્ડીનેટર, બાળમિત્રો, રેંકટર એજ્યુકેશનની મહિલાઓ, પ્યુન સહિત જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા અંદાજે 7,000 જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે