BAJAJ Allianz કંપનીને કન્ઝ્યુમર કોર્ટે ક્લેમની 71 લાખ રૂપિયાની રકમ ચુકવવા આપ્યો આદેશ
Trending Photos
અમદાવાદ : કન્ઝ્યુમર કોર્ટે BAJAJ Allianz લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીને ગ્રાહક ભારતી જૈન તથા મહાવીર જૈને 71 લાખ રૂપિયા ક્લેમ ચુકવવાનો આદેશ આપ્યો છે. બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીએ ક્લેમ ચુકવવાનો આદેશ આપ્યો છે. કંપનીએ ક્લેમ ચુકવવાની ના પાડી હતી પરિણામે ભારતીબેન કન્ઝ્યુમર કોર્ટમાં જવાની ફરજ પડી હતી. ક્લેક અંતર્ગત બજાજ આલિયાન્ઝ કંપનીએ કોર્ટમાં એવી રજુઆત કરી કે, ક્લેમ વહેલો કરવામાં આવ્યો હોવાથી અમારી શરત પ્રમાણે અમે ક્લેમ ચુકવવા બંધાયેલા નથી.
જો કે વકીલ વિશ્વાસ દવેએ કોર્ટમાં રજુઆત કરી હતી કે, તેમને આપેલી પોલીસીમાં આવો કોઇ જ નિયમનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. જેને કોર્ટ માન્ય રાખતા બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને ક્લેમની રકમ આગામી એક મહિનામાં ચુકવી આપવા માટે મહત્વનો હુકમ કર્યો છે.
કેસ અંગે વિગતે મળતી માહિતી અનુસાર સેલવાસમાં રહેતા ભારતી જૈન અને તેના પતિ મહાવીર ભાઇએ બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન કંપનીમાંથી 2013 માંથી 71 લાખ 49 હજારની પોલીસી લીધી હતી. જેમાં ક્રિટિકલ ઇલનેસ અને પ્રોપર્ટી પ્રોટેક્શન માટેની શરતો હતી, ગ્રાહકને કોઇ ક્રિટિકલ બીમારી થાય તો તેમાં ઇન્શ્યોરન્સ થાય તો ઇન્શ્યોરન્સની રકમ ચુકવવી. ઉપરાંત તેના પ્રોપર્ટી લોનની ચુકવણી તમામ રકમ પણ ઇન્શ્યોરન્સ કંપની ચુકતે કરશે. આ ઉપરાંત ભારતીબેનનાં ક્રિટિકલ કેન્સરની બીમારી થતાંતેમણે પોલીસી ક્લેમ માટે મુકી હતી. જેથી કંપનીએ આ નાણા ચુકવવાના થતા હતા. જો કે ઇન્શ્યોરન્સ કંપનીએ પ્રી ક્લેમ હોવાનું કહેતા તેની વિરુદ્ધ કેસ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે