નરેશ પટેલને લઈને કદિર પીરઝાદાનું નિવેદન કોંગ્રેસને નુકસાન કરાવશે: કોંગ્રેસ નેતા મનહર પટેલ
અમદાવાદમાં યોજાઇ કોંગ્રેસ પાટીદાર સંકલન સમિતિની બેઠક, સક્ષમ પાટીદારને કોંગ્રેસમાં સ્થાન મળે તે અંગે ચર્ચા કરવામાં આવી: મનહર પટેલ
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર અગ્રણીઓની આજે અમદાવાદમાં બેઠક યોજાઇ હતી. ગુજરાતમાં કોગ્રેસના પાટીદાર સંકલન સમિતિની બેઠક છ મહિનામાં ત્રીજી વાર મળી છે. આ બેઠકમાં જિલ્લાના સિનિયર આગેવાન મળ્યા હતા. જેમાં કદિર પીરઝાદાના ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અંગેના નિવેદન મામલે ચર્ચા કરાઇ હતી. મનહર પટેલ આ નિવેદનને લઈને દિલ્લી હાઈકમાન્ડને રજૂઆત કરવાની વાત જણાવી છે.
મનહર પટેલે કાદીર પીરજાદાએ નરેશ પટેલ મુદ્દે કરેલી ટીપ્પણી પર નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજના આગેવાનોએ વિચાર વિમર્શ કરી રઘુ શર્મા થકી એઆઈસીસી સમક્ષ વિચાર મુકશે. નરેશભાઇ રાજકારણમાં જોડાવા માંગતા હતા, ત્યારે તે કોઇ પણ પક્ષમાં જાય તે માટે કોંગ્રેસ રાજી હતી. કાદીર પીરઝાદાના નિવેદન અંગે રઘુ શર્માને રજુઆત કરાશે. ત્યારબાદ એઆઈસીસી આ મુદ્દે જે નિર્ણય કરશે એ શિરોમાન્ય રહેશે. પક્ષમાં પાટીદાર સમાજના સક્ષમ લોકોને સ્થાન મળે તે જરૂરી છે.
કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના પાટીદાર સંકલન સમિતિની બેઠકમાં ગુજરાતમાં પાટીદારોને જોડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કાર્યકારી અધ્યક્ષ કદિર પીરઝાદાનું નરેશ પટેલને લઈને આપેલું નિવેદન કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે. ટકાવારીમાં સમાજને વહેંચવો તે કોંગ્રેસના સંસ્કાર નથી. રાહુલ ગાંધીએ દેશ જોડોની વાત કરી હતી. તેમજ પાટીદાર સમાજના સર્વે સમાજના સારા પાસાને સહર્ષ સ્વીકારવાની હિંમત રાખવાની વાત જણાવી હતી. તેઓનું નિવેદન તેમાનામાંથી કંઈક શિખવાની તૈયારી ધરાવે છે, અને ગુજરાતના સર્વ જ્ઞાતિ-જાતિ અને ધર્મના લોકો સાથે પોતાની જાતને પ્રવાહી કરીને કામ કરવાની ભાવના ધરાવે છે, જેનો સર્વ સમાજ પણ ગર્વ કરે છે.
મનહર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમા રહેલ તમામ પાટીદાર આગેવાનો અને કાર્યકરો તન મન અને ધનથી કોંગ્રેસ પક્ષમા કામ કરે છે, પાટીદાર સમાજની ક્ષમતા અને સંવેદનાથી કોંગ્રેસને સંગઠનાત્નક રીતે મજબુત કરવાના મુખ્ય ઉદેશ સાથે ચિંતન કરે છે. બીજી બાજુ આજે પાટીદાર નેતા કેશુભાઈ પટેલનો જન્મ દિવસ નિમિતે પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, કોગ્રેસમાં પાટીદારનું યોગદાન વધે, સક્ષમ લોકોને યોગ્ય સ્થાન મળે. પરંતુ કાર્યકારી અધ્યક્ષના નિવેદન બાદ સર્જાયેલ વિવાદ બાદ પાટીદાર આગેવાનો ચિંતિત બન્યા છે. અમે આ વિશે દિલ્હી એઆઇસીસી સમક્ષ વાત મુકીશું. પાટીદાર સમાજનો ઉત્સાહ વધારવા સિવાય કોઈ પણ વાતનો ઉલ્લેખ થતો હોય તો તે નિંદનીય બાબત છે. આ ચર્ચામાં ખોડલધામના પ્રણેતાને જાહેરમાં 11 ટકાની વાત મુકે એવી વાત કરી તેનાથી સભ્યો ચિંતિત બન્યા છે. પાટીદાર સમાજની કોઇ માંગણી નથી. આ પ્રકારના નિવેદનથી પાટીદાર આગેવાનોએ ભોગવવાનું થાય છે. પરંતુ પહેલા નિવેદનબાજી કરી પાછળથી માફી માંગવી એ કોઈ મુદ્દો નથી. કોંગ્રેસ પાટીદાર સંકલન સમિતિ સાથે ચર્ચા કરી માફી સિવાયનો યોગ્ય ઉકેલ લાવે તે જરૂરી છે. પાટીદાર સમાજ કોંગ્રેસને બે નજરે ન જુએ એ અમારો ઉદ્દેશ્ય છે.
કોંગ્રેસ પાટીદાર સંકલન સમિતિની બેઠકમાં હાજર પાટીદાર આગેવાનો
1. મનહર પટેલ
2. રમેશ દૂધવાળા
3. નીતિન પટેલ (નારણપુરા)
4. ડો.જીતુ પટેલ
5. નિકુંજ બલ્લર
6. ગીતા પટેલ (ગાંધીનગર)
7. પંકજ પટેલ
8. જયપ્રકાશ પટેલ (મહેસાણા)
9. મનુ પટેલ (સુરેન્દ્રનગર)
10. હિમાંશુ પટેલ (અડાલજ)
શું બોલ્યા હતા કદિર પીરજાદા?
કદિર પીરજાદાએ કહ્યું હતું કે, 11 ટકા માટે તમે હાર્દિક અને નરેશ પટેલની પાછળ પાછળ ભાગતા હતા. તમે એ ભૂલી ગયા છો કે આ લોકો(લઘુમતી) કોંગ્રેસની સરકાર બનાવતા હતા. અમે જગદીશ ઠાકોરને પહેલાથી કહેતા હતા કે, અમારા છે તેની તાકાતથી 120 સુધી પહોંચવાની કોશિશ કરો અને મને જોડો. અમને ભૂલી જશો તો શું થશે, અમને પ્રતિનિધિત્વ નહીં આપો તો શું થશે. ખુદ હી કો કર બુલંદ ઇતના, કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રજા કયા હે? ફરીયાદ કરવાનું છોડી દો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે