દિલ્હી વિધાનસભા અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થશે-રાજીવ સાતવ

દિલ્હીમાં સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં સાતવે કહ્યુ કે અમે દિલ્હીમાં ૧૫ વર્ષથી સત્તામાં હતા. દિલ્હીનું ઇન્ફાસ્ટક્ટર અમે તૈયારી કર્યું ગત ચુંટણીમાં અમારૂ પ્રદર્શન સારૂ ન હતું.  આ વર્ષે અમારી સરકાર બનશે, અમારો ધ્યેય દિલ્હીની પ્રજાને સારૂ શાસન આપવાનું છે.

દિલ્હી વિધાનસભા અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થશે-રાજીવ સાતવ

ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે  દિલ્હીમાં સરકાર બનાવવાનો અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ જીતાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંવિધાન બચાવો કુચમાં હાજરી આપવા પહોંચેલા રાજીવ સાતવએ કહ્યુ કે આખા દેશના તમામ રાજ્યો અને જિલ્લા કક્ષાએ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. કોંગ્રેસ અંગ્રેજો સામે સંઘર્ષ કરી દેશને આઝાદી અપાવી હતી. હવે બીજા સંઘર્ષ માટે કોંગ્રેસના કાર્યકરો તૈયાર છે. આજની કુચથી રાજ્ય સરકાર સામેના સંઘર્ષની શરૂઆત થશે. 

દાણીલિમડામાં થયેલા હોબાળા અંગ સાતવે કહ્યું કે રાજ્ય સરકાર પાયાના પ્રાથમિક પ્રશ્નો ને બાજૂમાં મુકી બીજા મુદ્દા ઉભા કરે છે. ૨૩ વર્ષથી ભાજપની સરકાર છે જે કોઇ ભુલ કરે તેની સામે કાર્યવાહી થવી જોઇંએ. તીડ મુદ્દે સાતવે કહ્યું કે દેશ અને રાજ્યમાં ભાજપની સરકાર છે. ભાષણોમાં પાકિસ્તાનને જવાબ આપવાની વાત કરે છે, તો તીડ મુદ્દે ભાજપ સરકાર કેમ વાત કરતી નથી. ગુજરાતનું નવું સંગઠન તૈયાર છે નવા વર્ષે તેની જાહેરાત થશે. 

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે  આ તબક્કે કહ્યુ હતું કે 2014ની ભાજપ સરકારમાં દેશ પાછળ ધકેલાઈ રહ્યો છે. પાક વીમા થકી ખેડૂતો પાસેથી કરોડો લીધા પણ વળતર આપવામાં આવતું નથી. મંદી, બેરોજગારી, ખેડૂત મુદ્દે દૂર દૂર સુધી કોઈ હલ નહિ. તીડ અતિક્રમણ અંગે પણ રાજીવ સાતવે સરકાર પર પ્રહાર કર્યા હતા. ભાજપના નેતાઓ તીડ મામલે પાકિસ્તાન અને રાજસ્થાન પર ઢોળી રહ્યા છે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યા. મહારાષ્ટ્રમાં બે લાખ સુધીના ખેડૂતોના દેવા માફ કર્યા છે. 

૨૦૨૦ની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓની તૈયારીઓમાં લાગ્યા છીએ. જેને લઇને ૨૦૨૨ની ચુંટણીમાં જઇશું. મહરાષ્ટ્રમાં ભાજપના કાર્યકર અને નેતા બેકાર છે. તેમને કામની જરૂર છે તે કામે લાગ્યા છે. દિલ્હીમાં સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં સાતવે કહ્યુ કે અમે દિલ્હીમાં ૧૫ વર્ષથી સત્તામાં હતા. દિલ્હીનું ઇન્ફાસ્ટક્ટર અમે તૈયારી કર્યું ગત ચુંટણીમાં અમારૂ પ્રદર્શન સારૂ ન હતું.  આ વર્ષે અમારી સરકાર બનશે, અમારો ધ્યેય દિલ્હીની પ્રજાને સારૂ શાસન આપવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news