અંગ્રેજોને પણ શરમાવે એવું છે ભાજપનું શાસન, લઘુમતી અને બહુમતી લોકોને ઝગડાવવામાં આવી રહ્યા છે: અમિત ચાવડા
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ બંધારણના આમુખનુ વાંચન કર્યુ અને કહ્યુ હતું કે કોંગ્રેસ-એક આંદોલન છે અખંડ ભારતના જાતિ,ભાષા અને ધર્મના આધારે..ટુકડા કરવા માંગતી તડીપાર ટોળીની "ટુકડે-ટુકડે" ગેંગથી આજે "સંવિધાન" ખુદ ખતરામાં છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: કોંગ્રેસના 135ના સ્થાપના દિવસની ગુજરાત કોંગ્રેસ ખાતે ઉજવણી કરવામાં આવી સાબરમતી આશ્રમ નજીક યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસનો ધ્વજ ફરકાવી કાર્યકરોની સલામી જીલી સ્થાપના દિવસે કોંગ્રેસના કાર્યકરોને સંબોધતાં અમિત ચાવડાએ કહ્યુ કે કોઈપણ સ્થિતિમાં કોંગ્રેસે વિચારધારા અંગે સમાધાન નથી કર્યું .જયારે પણ દેશની એકતાની વાત આવે ત્યારે કોંગ્રેસ રાજનીતિ કરતુ નથી. હાલ દેશમાં બોલવાનો, અભિવ્યક્તિ, વિરોધ સહિતની આઝાદીનું હનન થઇ રહ્યું છે. અંગ્રેજોને પણ શરમાવે એવું ભાજપનું શાશન દેશમાં લઘુમતી અને બહુમતી લોકોને ઝગડાવવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ બંધારણના આમુખનુ વાંચન કર્યુ અને કહ્યુ હતું કે કોંગ્રેસ-એક આંદોલન છે અખંડ ભારતના જાતિ,ભાષા અને ધર્મના આધારે..ટુકડા કરવા માંગતી તડીપાર ટોળીની "ટુકડે-ટુકડે" ગેંગથી આજે "સંવિધાન" ખુદ ખતરામાં છે. પરેશ ધાનાણીએ ૨૮-ડિસે-૧૮૮૫ ના રોજ શરૂ થયેલા આઝાદીના..આંદોલનને હવે અધિકારોના રક્ષણ માટે આગળ..વધારવાનો સામુહિક સંકલ્પ કરવાનું આહવાન કર્યુ છે.
ગુજરાત કોંગ્રેસપ્રભારી રાજીવ સાતવે આ તબક્કે કહ્યુ હતું કે 2014ની ભાજપ સરકારમાં દેશ પાછળ ધકેલાઈ રહ્યો છે. પાક વીમા થકી ખેડૂતો પાસેથી કરોડો લીધા પણ વળતર આપવામાં આવતું નથી. મંદી, બેરોજગારી, ખેડૂત મુદ્દે દૂર દૂર સુધી કોઈ હલ નહિ. તીડ અતિક્રમણ અંગે પણ રાજીવ સાતવે સરકાર પર પ્રહાર કર્યા હતા. ભાજપના નેતાઓ તીડ મામલે પાકિસ્તાન અને રાજસ્થાન પર ઢોળી રહ્યા છે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યા. મહારાષ્ટ્રમાં બે લાખ સુધીના ખેડૂતોના દેવા માફ કર્યા છે.
આજે ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે. ખેડૂતોને પાક વીમો નથી મળતો કે દેવા માફી પણ નથી થતું. ત્યારે સરકારને સવાલ છે કે ગુજરાતમાં દેવા માફી કેમ નથી થતી. સાતેવ ભ્રમિત લોકોથી દેશને બચાવવા આજે પ્રણ લેવા કાર્યકરોને આહવાના કર્યુ હતું. ગુજરાત કોંગ્રેસ દ્વાર સાબરમતી આશ્રમથી નારણપુરા સરદાર પટેલના બાવલા સુધીની સંવિધાન બચાનો ભારત બચાવોની કુચ કરવામાં આવી હતી. જેમા કોંગ્રેસના તમામ નેતાઓ જોડાયા હતા નારણપુરા ખાતે સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી કુચનું સમાપન કરવામાં આવ્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે